Ashok Stambh Controversy: દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી તેના પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આરોપ લાગી રહ્યા છે કે અશોક સ્તંભની ડિઝાઈન સાથે છેડછાડ કરવામાં આવી છે. શિલ્પકારો ચોક્કસપણે આ દાવાઓને નકારી રહ્યા છે, પરંતુ વિપક્ષ સતત હુમલો કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં આ સમગ્ર વિવાદ પર કાયદો શું કહે છે તે સમજવું જરૂરી બની જાય છે. શું ખરેખરમાં ભારત સરકાર રાષ્ટ્રીય પ્રતિકોમાં ફેરપાર કરી શકે છે? હવે આ વિવાદનો જવાબ ભારતીય રાષ્ટ્રીય ચિન્હ (દુરુપયોગ નિવારણ) એક્ટ 2005 સાથે જોડાયેલો છે. બાદમાં જ્યારે આ કાયદાને 2007 માં અપડેટ કરવામાં આવ્યો હતો.
RBI એ ઓલાને ફટકાર્યો 1.5 કરોડથી વધુનો દંડ, જાણો શું છે મામલો?
એક્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકને સત્તાવાર સીલ તરીકે ઉપયોગ કરવા માટે અનુસૂચિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું જે રાષ્ટ્રીય પ્રતીક છે તે સારનાથના Lion Capital of Asoka થી પ્રેરણા લે છે. એક્ટના સેક્શન 6(2)(f) માં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફરેફાર કરી શકે છે.
રાશિફળ 13 જુલાઈ: સિંહ, તુલા અને ધન રાશિ માટે આજનો દિવસ ખાસ, જાણો અન્ય રાશિ માટે કેવો છે દિવસ
સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત પડવા પર કેન્દ્ર સરકાર પાસે દરેક તે પરિવર્તન કરવાનો પાવર છે જેને તેઓ જરૂરી સમજે છે. તેમાં રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફેરફારની વાત પણ સામેલ છે. જોકે, કાયદા હેઠળ માત્ર ડિઝાઈન ફેરફાર કરી શકાય છે, સમગ્ર રાષ્ટ્રીય પ્રતીકને ક્યારે બદલી શકાતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે