Home> India
Advertisement
Prev
Next

Assam Elections 2021: BJP 70 ઉમેદવારોની યાદી જાહેર, સીએમ Sarbananda Sonowal સહિત આ ચહેરાઓને મળી ટિકિટ

અરૂણ સિંહએ જણાવ્યું કે માજુલી સીટ પરથી સીએમ સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) ચૂંટણી લડશે. અસમમાં ભાજપના કદાવર મંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ને Jalukbari સીટ પરથી ટિકીટ આપવામાં આવી છે.

Assam Elections 2021: BJP 70 ઉમેદવારોની યાદી જાહેર, સીએમ Sarbananda Sonowal સહિત આ ચહેરાઓને મળી ટિકિટ

નવી દિલ્હી: ભાજપ (BJP) એ અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Elections 2021) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપના દિલ્હી હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદ કરી પાર્ટી મહાસચિવ અરૂણ સિંહે કહ્યું કે રાજ્યમાં તેના AGP અને UPPL ની સાથે ગઠબંધન રહેશે.  

fallbacks

ગુરૂવારે યોજાઇ હતી ચૂંટણી સમિતિની બેઠક
તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીની કેંદ્રીય ચૂંટણી સમિતિની ગુરૂવારે બેઠક થઇ હતી. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ચૂંટણી સમિતિના બીજા સભ્યો હાજર હતા. ચૂંટણી સમિતિએ વિચાર વિમર્શ કર્યા બાદ અસમની વિધાનસભા ચૂંટણી માટે ઘણા નામોને મંજૂરી આપી છે. 

CBSE Board Exams 2021: CBSE એ જાહેર કર્યું બોર્ડની પરીક્ષાનું નવું શિડ્યૂલ, તાત્કાલિક નોંધી લો આ તારીખો

માજુલી સીટ પરથી લડશે સર્બાનંદ સોનોવાલ
અરૂણ સિંહએ જણાવ્યું કે માજુલી સીટ પરથી સીએમ સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) ચૂંટણી લડશે. અસમમાં ભાજપના કદાવર મંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ને Jalukbari સીટ પરથી ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારો પહેલાં પણ આ સીટો પરથી જીત્યા હતા. 

વરસોલા પરથી ગણેશ લિંબુને આપી ટિકિટ
પચાર ખુશીથી રંજીત દાસને ટિકિટ આપવામાં આવી છે. બરસોલાથી ગણેશ લિંબુ, સોતિયાથી પદમા હઝારિકા, ખુંતાઇથી મૃણાલ સૈકિયા, મરિયાનીથી રમણી તાંતી, મહામારાથી જુગેન મોહન અને લખીમપુર સાથે માનવ ડેકાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

VIDEO: TMC માંથી BJP જોડાયા બાદ મંચ પર જ 'ઉઠક-બેઠક' કરવા લાગ્યા નેતા, કારણ પણ જણાવ્યું...

લખીપુરથી કૌશિક રાય લડશે ચૂંટણી 
આ પ્રકારે ઢકુવાખાનાથી નાબ કુમાર ડોલે, ધેમાજી થી રનોસ પેગુ, જાને સીટ પરથી ભુવન પેગુ, રતબારીથી વિજય મિલાકર, કરીમગંજ ઉત્તરથી માનસ દાસ, સોનાઇથી અમીનુલ હક લશ્કર અને લખીપુરથી કૌશિક રાયને ટિકિટ આપવામાં આવી છે. નલબાડીથી જયંતા બરૂઆને ટિકીટ આપવામાં આવી છે. 

Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!

92 સીટો પર ઉમેદવારો ઉતારશે બીજેપી
અરૂણ સિંહે કહ્યું કે અસમ વિધાનસભામાં કુલ 126 સીટો છે, જેમાંથી 92 સીટો પર ભાજપ (BJP) ચૂંટણી લડશે. તો બીજી તરફ AGP 26 અને UPPL 8 સીટો પર ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે ભાજપે પોતાના ભગની 92 સીટોમાંથી 70 સીટો ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ટિકિટ મેળવનારાઓમાં  11 ST અને 4 SC સમુદાય સાથે જોડાયેલા છે. પાર્ટીએ આ વખતે 11 હાજર ધારાસભ્યોની ટિકિટ કાપી દીધી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More