Home> India
Advertisement
Prev
Next

અસુદ્દીન ઔવેસીએ 2019ની ચૂંટણીને લઈને ખેલ્યું દલિત કાર્ડ, કહી દીધી મોટી વાત

2019 લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલ પર AIMIM પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ રાહુલ ગાંધીની સામે એક શરત રાખી છે. મહાગઠબંધનના સવાલ પર બોલતા ઔવેસીએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીની સાથે કરાર કરવા તૈયાર છે, પરંતુ તેમની એક શરત છે. ઔવેસીએ શરત રાખી છે કે, જો રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ આપે તો તેઓ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

અસુદ્દીન ઔવેસીએ 2019ની ચૂંટણીને લઈને ખેલ્યું દલિત કાર્ડ, કહી દીધી મોટી વાત

નાંદેડ/મહારાષ્ટ્ર : 2019 લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલ પર AIMIM પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ રાહુલ ગાંધીની સામે એક શરત રાખી છે. મહાગઠબંધનના સવાલ પર બોલતા ઔવેસીએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીની સાથે કરાર કરવા તૈયાર છે, પરંતુ તેમની એક શરત છે. ઔવેસીએ શરત રાખી છે કે, જો રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ આપે તો તેઓ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

fallbacks

ઔવેસીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મને અહીં કોઈ સીટ નથી જોઈતી. પરંતુ હું ઈચ્છુ છું કે મારા મોટા ભાઈ પ્રકાશ આંબેડકરને સન્માનજનક સીટ મળે. ઔવેસીએ આટલેથી અટક્યા ન હતા. તેમણે રાહુલ ગાંધીની તરફ ઈશારો કરતા કહ્યું કે, તમે કહ્યું કે પ્રકાશ આંબેડકર સાથે વાત કરીશું, પરંતુ એમઆઈએમ સાથે નહિ. સાંભળો રાહુલ ગાઁધી. સાંભળો અશોક ચૌહાણ...હું દ્રઢ વિશ્વાસ, જવાબદારી અને ગંભીરતાની સાથે રાહુલ ગાંધી અને શરદ પવારને કહું છું કે, જો તમને એમઆઈએમથી તકલીફ છે, તો હું તમને બતાવી દેવા માંગું છું કે, તમે મારા મોટાભાઈ પ્રકાશ આંબેડકર સાથે વાત કરો. તેમને સીટ આપો, જે તેના હકદાર છે. હું એક પણ સીટ નથી ઈચ્છતો. 

ઔવેસીએ કહ્યું કે, કોંગ્રેસ પ્રકાશ આંબેડકરને જેટલી પણ સીટ આપશે, ઔવેસી તમારો આભારી રહેશે. બોલો અશોક ચૌહાણ... શું તમે તૈયાર છો? તમે બહુ જ મોટી વાત કરો છો, આજે હું તમને ઓફર આપી રહ્યો છું. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી બહુજન રિપબ્લિકન પાર્ટી - બહુજન મહાસંઘ (બીબીએમ) અને અસુદ્દીન ઔવેસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમી એક થયા હતા. ત્યારે એમ માનવામાં આવી રહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દલિત અને મુસ્લિમ વોટને વિખેરતા રોકવા માટે આ બંને નેતાઓએ સાથે આવવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રમાં 17 ટકા દલિત આબાદી છે અને 13 ટકા મુસલમાનો છે. રાજ્યના ઔરંગાબાદ, બીડ, નાંદેડ અને ઉસ્માનાબાદ જિલ્લામાં મોટી સંખ્યામાં મુસ્લિમ આબાદી છે. આ ઉપરાંત પરભની, લાતૂર, જાલના અને હિંગોલી જેવા જિલ્લામાં પણ મુસ્લિમ મતદાતા નિર્ણાયક ભૂમિકામાં છે. જ્યારે કે દલિત સમુદાયવાળા વિસ્તારોમાં ઔરંગાબાદ, બીડ, લાતૂર, ઉસ્માનાબાદ અને નાંદેડ જિલ્લા આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More