Home> India
Advertisement
Prev
Next

જ્યારે એક સુંદર ગીત જેને સાંભળવા માટે વાજપેયી થયા હતા તલપાપડ

ભૂપેન હજારિકા રામલીલા મેદાનમાં એક કાર્યક્રમમાં મંચ પર હતા ત્યારે તેમને અટલ બિહારી વાજપેયીનાં નામથી એક ચીઠ્ઠી મળી હતી

જ્યારે એક સુંદર ગીત જેને સાંભળવા માટે વાજપેયી થયા હતા તલપાપડ

નવી દિલ્હી : કવિતાઓ અને સંગીતના પારખી અટલ બિહારી  વાજપેયી સંગીતકાર અને ગાયક ભૂપેન હજારિકાનાં ઘણા મોટા પ્રશાંસક હતા અને એકવાર જ્યારે હજારિકા અહી એક કાર્યક્રમ રજુ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમનાં એક પ્રસિદ્ધ અસમી ગીત ગાવા માટેની અપીલ કરી હતી. વાત 90નાં દશકોની છે, ભૂપેન હજારિકા રામલીલા મેદાનમાં એક કાર્યક્રમમાં મંચ પર હતા ત્યારે તેમને અટલ બિહારી વાજપેયીનાં નામે એક ચીઠી મલી. લાંબા સમય સુધી ભૂપેન હજારિકાના સહયોગી રહેલા અને તે કાર્યક્રમમાં ગિટાર વાદક કમલ કાતકી યાદ કરે છે જ્યારે તે લોકો કાર્યક્રમનું સમાપન કરવાનાં હતા ત્યારે એક વ્યક્તિ એક ચીઠ્ઠી લઇને આવ્યો. 

fallbacks

તેમણે કહ્યું કે, તે અંગે ભૂપેન્દ્રનું લોકપ્રિય ગીત મોઇ એતી જાજાબોર લખ્યું હતું અને તેમની પાછળ અટલજીનું નામ હતું. કાતકીએ કહ્યું કે, અટલજીનાં અનુરોધ અંગે ભૂપેનદા તેઓગીત ગાયુ, ત્યાર બાદમાં જ્યારે અમે તેમને મળ્યા તો તેમણે કહ્યું કે, તેઓ પહેલી પંક્તિમાં બેઠેલા હતા અને તે ગીતની રાહ જોઇ રહ્યા હતા. તેમણે અટલને કહ્યું કે, તેઓ ગીત સાંભળવા માટે તડપી રહ્યા હતા. એટલા માટે આ અનુરોધ મોકલી. વર્ષ 2004નાં લોકસભા ચૂંટણીમાં ભાજપે દાદાસાહેબ ફાલ્કે પુરસકાર વિજેતા ભૂપેન હજારિકાને ગુવાહીટાને પોતાનાં ઉમેદારવાર બનાવ્યા હતા. 

શું ગુમાવ્યું શું મેળવ્યું
અટલ બિહારી વાજપેયી રાજનેતાની સાથે મોટા કવિ પણ હતા. 2002માં તેમની એક કવિતા 'क्‍या खोया, क्‍या पाया'ને ગઝલ કિંગ જગજીત સિંહે પોતાનો અવાજ આપ્યો હતો. આ આલ્બમનું નામ સંવેદના હતું. આ આલ્બમનું સંગીત પણ જગજીત સિંહે આપ્યું હતું અને ગીત પણ ગાયા હતા. આ મ્યૂજીક વીડિયોમાં મુખ્ય ભુમિકામાં શાહરૂખ હતા અને તેની પ્રસ્તાવના માટે અમિતાભ બાળપણનો અવાજ હતો. આ મ્યૂજીક વીડિયોનું નિર્દેશન યશ ચોપડાએ કર્યું હતું. જગજીતસિંહની ભાવપુર્ણ આવાજે આ આલ્બમનાં ગીતોની સાથે ભરપુર ન્યાય કર્યો. આ સાથે જ યશ ચોપડાનાં જાદુઇ નિર્દેશકે આ આલ્બમને કાલાતીત બનાવ્યું. જો કે અટલ બિહારી વાજપેયીનું પુસ્તક સંવેદનાનો પ્રકાશ 1999માં થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More