Home> India
Advertisement
Prev
Next

Rath Yatra 2021: આ પુલ પરથી પસાર થતા જ બધા પાપ દૂર થાય છે, કહેવાય છે પુરી ધામનો પ્રવેશ દ્વાર

પુરીના પ્રવેશ દ્વાર પર સૌથી માન્યતા વાળું સ્થળ છે અઢારનાલા પુલ. પુરીની બહારની તરફ વહેવા વાળી મુથિયા નદી પર બનાવવામાં આવેલો આ પુલ ધાર્મિક રીત ખૂબ મહત્વ રાખે છે.

Rath Yatra 2021: આ પુલ પરથી પસાર થતા જ બધા પાપ દૂર થાય છે, કહેવાય છે પુરી ધામનો પ્રવેશ દ્વાર

જગન્નાથ પુરી: RathYatra 2021, Atharanala bridge Puri : પુરીના પ્રવેશ દ્વાર પર સૌથી માન્યતા વાળું સ્થળ છે અઢારનાલા પુલ. પુરીની બહારની તરફ વહેવા વાળી મુથિયા નદી પર બનાવવામાં આવેલો આ પુલ ધાર્મિક રીત ખૂબ મહત્વ રાખે છે. માનવામાં આવે છે કે આ પુલને પસાર કરવાવાળા એક વખતમાં જ સંસારના ચક્રોમાંથી મુક્તિ પામી લે છે અને ભવસાગર પાર કરી લે છે.

fallbacks

12 તારીખે પુરીમાં રથયાત્રા (Rathyatra) યોજવામાં આવશે. કોરોના કાળના કારણે આ વર્ષે પણ રથયાત્રા (Rath Yatra) માં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર નહીં ઉમટે અને ભગવાન જગન્નાથ (Jagannath) પોતાના ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાની સાથે ભક્તોની ઓછી સંખ્યાની સાથે પુરી મંદિરથી માતા ગુંડીચાના મંદિર સુધી જશે.

Corona: ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેંદ્ર એલર્ટ, 8 રાજ્યોને લઇને વ્યક્ત કરી ચિંતા

જગન્નાથ (Lord Jagannath) ના દર્શનથી ઘણા જન્મોના પાપ દૂર થાય છે અને તેમના નિવાસનું પ્રભૂત્વ એટલું છે કે જે પણ તેના ક્ષેત્રમાં આવે છે તો તે  સ્વર્ગ બરાબર હોય છે.

પુરીનો અઠારનાલા પુલ
આ પુલને પાર કરવું એટલે વૈતરણી પાર કરવા જેવું ભક્તો માને છે. આ ઉપરાંત દરેક ભક્તોની એવી ઈચ્છા હોય છે કે જ્યારે પુરી જઈએ ત્યારે આ પુલ (Atharanala bridge) પસાર કરીને ભગવાનના થઈ જઈએ.
fallbacks

ભગવાન જગન્નાથે જાતે જ આપી માન્યતા
ઈતિહાસને ખંખેર્યે તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી સંરક્ષિત, 280-ફૂટ લાંબો અને 36 ફૂટ પહોળો અઢારનાલા પુલ 13મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ગંગા વંશના રાજા ભાનુ દેવે આ પુલનું નિર્માણ કરાવ્યું. મુથિયા નદી જગન્નાથ મંદિર (Jagannath Temple) સુધી પહોંચવા માટે પડકારરૂપ હતી. જેથી તેના પર પુલ બનાવીને આ મુશ્કેલીને  ગંગા વંશના રાજા ભાનુ દેવે દૂર કરી. રાજાનો આ ભક્તિભાવ જોઈને ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા. ભગવાને આ પુલને પોતાના સુધી પહોંચવાની માન્યતા  આપી.

Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન

ઓડિશા રાજ્યના પ્રાચીન સ્થાપત્ય શૈલીનો નમૂનો
વર્તમાનમાં આ પુલ ઓડિશા રાજ્યના પ્રાચીન સ્થાપત્ય શૈલીનો એક જોરદાર નમૂનો છે. આ તે સમયની એન્જિન્યરિંગ ટેકનીકનું એક સુંદર ઉદાહરણ છે. આ તથ્યથી સાબિત થાય છે કે, આ પુલ હજુ પણ ઉપયોગમાં છે. આ પુલનું નામ અઢાર એ માટે રાખવામાં આવ્યું કેમ કે આ પુલમાં ઈંટોથી 18 નદીના માર્ગ બનાવવામાં આવ્યા છે. અને નાલાનો મતલબ છે માર્ગ. આ પુલ પુરીના પ્રવેશ દ્વાર પર છે અને ભગવાન જગન્નાથના આ પવિત્ર નિવાસ સ્થાનમાં પ્રવેશ કરવાવાળા દરેક લોકોને ભગવાન સુધી પહોંચાડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More