Home> India
Advertisement
Prev
Next

Mumbai Attack: મુંબઈમાં ફરીથી 26/11 જેવો હુમલો કરવાની ધમકી, વિદેશથી આવ્યો ધમકીભર્યો ફોન

Mumbai Attack: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઈમાં આતંકી હુમલાને અંજામ આપવાની ધમકી અપાઈ છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો કોલ આવ્યો. કોલમાં કહેવાયું કે મુંબઈમાં 26/ 11 જેવો એક બીજો હુમલો થશે. આ ફોન વિદેશથી આવ્યો છે. આ સાથે જ વોટ્સ એપ દ્વારા પણ ધમકીભર્યા સંદેશા મળ્યા છે. 

fallbacks

મુંબઈને ઉડાવવાની તૈયારી
ધમકી ભર્યો આ મેસેજ કોઈ વિદેશી નંબરથી આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે મુબારક હો. મુંબઈમાં હુમલો થવાનો છે. તે તમને 26/11ની યાદ તાજા કરાવશે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે 6  લોકો ભારતમાં આ કામને અંજામ આપશે. ધમકી આપનારાએ આગળ લખ્યું છે કે મુંબઈને ઉડાવવાની તૈયારી કરી રહ્યા છીએ. હું પાકિસ્તાનથી છું. જો લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરશો તો તે બહારનું દેખાડશે. અમારા લોકોનું કોઈ ઠેકાણું નથી. 

વૃંદાવન: બાંકે બિહારી મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી, મંગળા આરતી સમયે ગૂંગળામણથી 2 લોકોના મોત, 6 ઘાયલ

ઉદયપુર જેવો કાંડ દોહરાવવાની ધમકી
ધમકી આપનારાએ  કેટલાક નંબર પણ શેર કર્યા છે. તેણે લખ્યું છે કે આ માટે મે પહેલા જ તમને ઈન્ડિયાના નંબર આપ્યા છે. મેસેજમાં આગળ કહેવાયું છે કે ઉદયપુર જેવો સર તન સે જુદા વાળો કાંડ પણ થઈ શકે છે. હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ અન્ય એજન્સીઓને પણ તેની જાણકારી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More