Home> India
Advertisement
Prev
Next

Beating retreat ceremony: વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા સાથે ગુંજી અટ્ટારી-વાઘા બોર્ડર

દર્શકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા.
 

Beating retreat ceremony: વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા સાથે ગુંજી અટ્ટારી-વાઘા બોર્ડર

અમૃતસરઃ  Beating retreat ceremony: ગણતંત્ર દિવસ પર અટારી સરહદ પર રિટ્રીટ સેરેમની દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ભારતીય સરહદમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગૂંજ્યા ગતા. ભારત-પાક સરહદ પર થનારી આ ખાસ રિટ્રીટ સેરેમનીને જોવા માટે દેશના ખુણે-ખુણાથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. દેશભક્તિના ઉદ્ઘોષ વચ્ચે લોકો પોતાના હાથમાં તિરંગા ફરકાવતા હિન્દુસ્તાન જિંદાબાદ અને વંદે માતરમના નારા લગાવી રહ્યાં છે. 

fallbacks

દર્શકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા. જવાનોએ રાષ્ટ્રીય ધ્વજને સન્માન સાથે ઉતાર્યો હતો. આ દરમિયાન જવાનોની પરેડ જોઈ લોકોએ ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા. 

સત્તાવાર રીતે Beating retreat ceremonyનો ઉદ્દેશ્ય ઔપચારિક રૂપે રાત માટે સરહદને બંધ કરવા અને રાષ્ટ્રીય ધ્વને નીચે ઉતારવાનો છે, પરંતુ આ દરમિયાન જવાન દેશભક્તિનો પરિચય આપતા એક-બીજાને પોતાની ભાવ-મુદ્રાથી લલકારે છે. 

સેરેમની સમયે બોર્ડર એક યુદ્ધના મેદાનની જેમ જોવા મળ્યું હતું. ભારતીય સરહદ તરફથી જોશ અને જનૂન જોવા મળ્યું હતું. માર્ચ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સૈનિક સૈનિકો પોતાના પગને એક-બીજાના માથાથી ઉપર ઉઠાવતા જોવા મળ્યા હતા. રિટ્રીટ સેરેમની ભારતીય સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા આયોજીત કરવામાં આવે છે. તેનું આયોજન વર્ષ 1959થી શરૂ થયું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More