Home> India
Advertisement
Prev
Next

ઔરંગાબાદ ટ્રેન અકસ્માત: સુપ્રીમે કહ્યું-કોઈ રેલવેના પાટા પર સૂઈ જાય તો તેને કેવી રીતે રોકી શકાય?

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં રેલવે લાઈન પર અકસ્માતનો શિકાર થયેલા પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તેઓ રેલવેના પાટા પર સૂઈ જાય તો કોઈ તેમને કેવી રીતે રોકી શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી રહી છે. પરંતુ લોકો ગુસ્સામાં પગપાળા જ નીકળી રહ્યાં છે. રાહ જોતા નથી. આવામાં શું થઈ શકે. સરકારો ફક્તે તેમને પગપાળા ન નીકળવા માટે રિક્વેસ્ટ કરી શકે છે. તેમના પર બળપ્રયોગ પણ થઈ શકે નહીં. 

ઔરંગાબાદ ટ્રેન અકસ્માત: સુપ્રીમે કહ્યું-કોઈ રેલવેના પાટા પર સૂઈ જાય તો તેને કેવી રીતે રોકી શકાય?

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં રેલવે લાઈન પર અકસ્માતનો શિકાર થયેલા પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તેઓ રેલવેના પાટા પર સૂઈ જાય તો કોઈ તેમને કેવી રીતે રોકી શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી રહી છે. પરંતુ લોકો ગુસ્સામાં પગપાળા જ નીકળી રહ્યાં છે. રાહ જોતા નથી. આવામાં શું થઈ શકે. સરકારો ફક્તે તેમને પગપાળા ન નીકળવા માટે રિક્વેસ્ટ કરી શકે છે. તેમના પર બળપ્રયોગ પણ થઈ શકે નહીં. 

fallbacks

શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલને પૂછ્યું કે રસ્તાઓ પર પગપાળા જઈ રહેલા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારે રોકી શકાય નહીં? સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ જનહિત અરજીને ફગાવી દીધી છે. 

અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગત ગુરુવારે રાતે થયેલા રેલવે અકસ્માતમાં 16 પ્રવાસી મજૂરોના દર્દનાક મોત થયા હતાં. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 16 મજૂરો મધ્ય પ્રદેશના હતાં. જેમાંથી 11 શહડોલ જિલ્લા અને 5 ઉમરિયા જિલ્લાના હતાં. આ તમામ મજૂરો ઔરંગાબાદથી મધ્ય પ્રદેશ સ્થિત પોતાના વતન માટે પગપાળા નીકળ્યા હતાં. લગભગ 40 કિમી ચાલ્યા બાદ તેઓ થાકીને ઔરંગાબાદ-જાલના રેલવે ટ્રેક પર સૂઈ રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

આ મજૂરો એટલા થાકી ગયા હતાં કે તેમને માલગાડી આવી તે પણ ખબર પડી નહીં. ગાઢ ઊંઘમાં સૂતા રહ્યાં અને તેમના પરથી માલગાડી પસાર થઈ ગઈ. ઔરંગાબાદના એસપી મોક્ષદા પાટિલે જણાવ્યું કે આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મજૂરો ભૂસાવળ માટે નીકળ્યા હતાં. ત્યાંથી શ્રમિક ટ્રેન દ્વારા તેઓ મધ્ય પ્રદેશ પાછા ફરવા માંગતા હતાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More