Home> India
Advertisement
Prev
Next

UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'

કોવિડ-19 (Covid 19) મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'

નવી દિલ્હી: કોવિડ-19 (Covid 19) મહામારીના મેનેજમેન્ટને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ પણ સીએમ યોગીના વખાણ કર્યા. ક્રેગ કેલીને તો સીએમ યોગીનું કામ એટલું ગમ્યું કે તેમણે પૂછી લીધુ કે શું અમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉધાર મળી શકશે?

fallbacks

ઓસ્ટ્રેલિયન સાંસદે સીએમ યોગીના કર્યા વખાણ
ગત 10 જુલાઈએ સાંસદ ક્રેગ કેલીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું કે ભારતનું રાજ્ય ઉત્તર પ્રદેશ શું કોઈ પણ રીતે પોતાના સીએમ યોગી આદિત્યનાથને અમને ઉધાર આપી શકે છે, જેથી કરીને તેઓ અમને આઈવરમેક્ટિનની કમીની સમસ્યામાંથી બહાર કાઢી શકે. જેના કારણે અમારા દેશમાં નિરાશાજનક હાલાત પેદા થઈ ગયા છે. 

નોંધનીય છે કે ક્રેગ કેલીની ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. યુપીમાં યોગી મોડલના વખાણ કરવાથી ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલી પોતાની જાતને રોકી શક્યા નહીં. 

વધુ વસ્તી હોવા છતાં યુપીમાં કોવિડ મેનેજમેન્ટ સારું
અત્રે જણાવવાનું કે ક્રેગ કેલીએ એક ટ્વીટના જવાબમાં આ વાત કરી હતી. તે ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે યુપીમાં ભારતના 17 ટકા લોકો રહે છે. છેલ્લા 30 દિવસમાં કોરોનાના કારણે થયેલી કુલ મોતમાંથી 2.5 ટકા મોત યુપીમાં થઈ. અને એક ટકાથી પણ ઓછા કેસ યુપીમાં જોવા મળ્યા. જ્યારે મહારાષ્ટ્રમાં ભારતની કુલ વસ્તીના 9 ટકા લોકો રહે છે અહીં 18 ટકા કોરોનાના કેસ મળ્યા અને 50 ટકા સંક્રમિતોના મોત જોવા મળ્યા. 

'ટ્રિપલ ટ્રી'ના ફોર્મ્યૂલા પર કામ કરે છે યોગી સરકાર
અત્રે જણાવવાનું કે શનિવારે ઉત્તર પ્રદેશમાં 125 નવા કોરોનાના કેસ આવ્યા  હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોઈ પણ ઢીલાશ વગર ટ્રિપલ ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ ચાલુ રાખવાની જરૂરિયાત અંગે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More