Home> India
Advertisement
Prev
Next

પૂરપાટ ઝડપે આવતી ઓટો પર જોરથી પાણી ભરેલો ફુગ્ગો ફેંકતા પલટી ગઈ, Video જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

ઉત્તર પ્રદેશના બાગપતથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એ ઓટો દોડી રહી હતી અને તેના પર પાણીથી ભરેલો ફુગ્ગો ફેંકવામાં આવતા જ પલટી ગઈ. ઓટોમાં અનેક લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

પૂરપાટ ઝડપે આવતી ઓટો પર જોરથી પાણી ભરેલો ફુગ્ગો ફેંકતા પલટી ગઈ, Video જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપતથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એ ઓટો દોડી રહી હતી અને તેના પર પાણીથી ભરેલો ફુગ્ગો ફેંકવામાં આવતા જ પલટી ગઈ. ઓટોમાં અનેક લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

હાઈવે પર પલટી ગઈ ઓટો
મળતી માહિતી મુજબ આ ઘટના બાગપતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર ઘટી. હોળી  રમતી વખતે યુવકોએ પાણી ભરેલા ફુગ્ગા પૂરપાટ ઝડપે આવી રહેલી ઓટો પર ફેંક્યા જેનાથી ઓટો અનિયંત્રિત થઈને હાઈવે પર જ પલટી ગઈ. 

ઓટોમાં સવાર લોકોને થઈ ઈજા
કહેવાય છે કે ઓટોમાં સવાર લોકોને ઈજા થઈ છે. સારી વાત એ રહી કે ઘટના સમયે પાછળથી કોઈ મોટું વાહન આવતું નહતું નહીં તો મોટી દુર્ઘટના થઈ જાત. વીડિયોમાં જોઈ શકાય છે કે ફુગ્ગો માર્યાના તરત બાદ ઓટો ડ્રાઈવર કાબૂ ગુમાવી દે છે અને ઓટો પલટી જાય છે. 

કાઠા ગામનો કહેવાય છે વીડિયો
નોંધનીય છે કે વાયરલ વીડિયો કાઠા ગામનો હોવાનું કહેવાય છે. જેને અજીત નામના એક યુવકના ફેસબુક આઈડીથી વાયરલ કરાયો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More