shubhanshu shukla axiom 4 mission: ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે. ચારેય અવકાશયાત્રીઓનું સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચારેય મહેમાનોને સ્વાગત પીણું આપવામાં આવ્યું હતું. આ સાથે ભારતનું અવકાશ મથક પર પહોંચવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન પર પહોંચ્યો છે. હવે આ સ્ટેશન ફક્ત આગામી 14 દિવસ માટે જ રહેશે.
ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 (Axiom 4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પહોંચી ગયા છે. સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ ISS સાથે જોડાઈ ગયું છે. આ યાન નિર્ધારિત સમય કરતા 20 મિનિટ વહેલું ડોક થયું. ત્યારબાદ થોડા સમય માટે તપાસ થશે જેમાં હવાના દબાણની સ્થિરતા વગેરેની તપાસ થશે. ત્યારબાદ ક્રુ સભ્યો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ કરશે.
ડ્રેગન કેપ્સ્યુલની ડોકિંગ પ્રક્રિયા
ડ્રેગન કેપ્સ્યુલનું ISS સાથે ડોકિંગ એક autonomous પ્રક્રિયા છે. પરંતુ શુભાંશુ અને કમાન્ડર પેગી વ્હિટસન તેની નિગરાણી કરશે. આ પ્રક્રિયા સટિકતા અને સુરક્ષા માટે ડિઝાઈન કરાઈ છે.
શુભાંશુ શુક્લા 14 દિવસ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેશે અને અહીં રહીને રિસર્ચ કરશે. આ અગાઉ તેમણે સ્પેસક્રાફ્ટથી એક ભાવુક સંદેશો પણ મોકલ્યો હતો. તેમણે નમસ્કાર સાથે વાત શરૂ કરી હતી. આઈએસએસ પર ડોકિંગના ગણતરીના કલાકો પહેલા તેમણે કહ્યું હતું કે હું મારા સાથી અંતરિક્ષયાત્રીઓ સાથે અહીં આવીને રોમાંચિત છું.
શુભાંશુ શુક્લાએ બુધવારે ફ્લોરિડાથી એક્સિઓમ-4 મિશન હેઠળ 3 અન્ય અંતરિક્ષયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે પોતાની સફર શરૂ કરી હતી. ડોકિંગના થોડા કલાકો પહેલા એક્સિઓમ સ્પેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં મિશન સંલગ્ન એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં એક્સિઓમ સ્પેસની ટીમ અંતરિક્ષયાત્રીઓ સાથે વાત કરી રહી હતી. ભારતીય માનવ અંતરિક્ષ ઉડાણ કાર્યક્રમનો ભાગ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સાથી યાત્રીઓ સાથે અંતરિક્ષમાં હોવા અંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે