Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા કેસમાં CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષો દલીલ પૂર્ણ કરે, સુનાવણીની તારીખ આગળ નહીં વધે

અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે 18 ઓક્ટોબર પછી પક્ષકારોને દલીલો માટે એકપણ દિવસ વધારે મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સુનાવણી પુર્ણ કરવાની ડેડલાઇન નહીં જણાવવામાં આવે

અયોધ્યા કેસમાં CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષો દલીલ પૂર્ણ કરે, સુનાવણીની તારીખ આગળ નહીં વધે

નવી દિલ્હી: અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે 18 ઓક્ટોબર પછી પક્ષકારોને દલીલો માટે એકપણ દિવસ વધારે મળશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સુનાવણી પુર્ણ કરવાની ડેડલાઇન નહીં જણાવવામાં આવે. જણાવવી દઇએ કે, અત્યાર સુધી 31 દિવસી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ ગઇ છે. હિન્દુ પક્ષકારઓએ પોતાની દલીલો રજૂ કરી છે અને મુસ્લિમ પક્ષની દલીલો ચાલુ જ છે.

fallbacks

આ પણ વાંચો:- દરિયા કિનારે વસતા લોકોને UNએ કર્યા એલર્ટ, પાણીમાં સમાઇ જશે આંદામાન અને નિકોબાર!

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી 5 જજોની બધારણીય પીઠે કહ્યું કે, જો 18 ઓક્ટોબર સુધીમાં દલિલ પુર્ણ થઇ જાય છે તો ચાર સપ્તાહમાં નિર્ણય આપવાનો કોઇ કરિશ્માથી ઓછું નહીં હોય. તમને જણાવી દઇએ કે, ચીફ જસ્ટિસ ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે.

આ પણ વાંચો:- ભારત 2025 સુધીમાં વિશ્વના ટોપ-10 'ડ્યુટી ફ્રી' માર્કેટમાં સામેલ થઈ જશે

ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન બંને પક્ષોને કહ્યું કે, આજના દિવસ સાથે 18 ઓક્ટોબર સુધી આપણી પાસે સાડા 10 દિવસ છે. સુપ્રીમ કોર્ટે ચેતવવા કહ્યું કે, જો 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ નહીં થાય તો, ચુકાદો આવવાની આશા ઓછી થઇ જશે.

આ પણ વાંચો:- સરદાર પટેલના નામ પર મોદી સરકારે શરૂ કર્યું નવું સર્વોચ્ચ નાગરિક સન્માન

તમને જણાવી દઇએ કે, અલાહબાદ હાઇ કોર્ટે 30 સપ્ટેમ્બર 2010ના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી છે. હાઇ કોર્ટે વિવાદિત 2.77 એકર જમીનને સન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા બિરાજમાનની વચ્ચે યોગ્ય રીતથી વિભાજિત કરવાનો આદેસ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટમાં મે 2011માં હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવવાની સાથે અયોધ્યામાં વિવિદિત સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More