Home> India
Advertisement
Prev
Next

ડરામણી સુહાગરાત, હત્યા પહેલા સંબંધ બનાવ્યો! વરરાજાના મોબાઈલના મેસેજથી કોકડું ગૂંચવાયું

અયોધ્યામાં લગ્નના બીજા દિવસે સુહાગરાતે દુલ્હા દુલ્હનના સંદિગ્ધ અવસ્થામાં મૃતદેહો મળી આવતા હડકંપ મચી ગયો છે. આખરે એવું તે શું થયું કે સુહાગરાતે બંનેના મોત થયા. 

ડરામણી સુહાગરાત, હત્યા પહેલા સંબંધ બનાવ્યો! વરરાજાના મોબાઈલના મેસેજથી કોકડું ગૂંચવાયું

અયોધ્યામાં એક પરિવારમાં ખુશીઓનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો જ્યારે સુહાગરાતના દિવસે જ દુલ્હા દુલ્હનના મોત થઈ ગયા. 7 માર્ચના રોજ લગ્ન થયા અને 8 માર્ચના રોજ દુલ્હન વિદાય થઈને સાસરે આવી હતી. સુહાગરાત પર જ બંનેના મોત થયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ રાતે લગભગ 12 વાગ્યા બાદ દુલ્હનનું મોત થયું અને લગભગ 5 મિનિટ સુધી તે મોત સામે ઝઝૂમતી રહી હતી. આ દરમિયાન તેણે બચવા માટે હવાતિયા માર્યા અને પતિના મોઢા પર નખ્ખોરિયા પણ માર્યા. લગભગ અડધા કલાક સુધી દુલ્હેરાજા તેની દુલ્હનને જોતો રહ્યો અને પછી તેણે પણ છતના હૂકથી ગળે ફાંસો ખાઈને જીવ દઈ દીધો. 

fallbacks

બંનેના મોતનું કારણ રહસ્ય બનેલું છે. પરંતુ મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે આત્મહત્યા પહેલા દુલ્હેરાજાએ કોઈને વ્હોટએપ મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, 'શિવાની તે આ બરાબર નથી કર્યું.' આ મેસેજ અફેર તરફ ઈશારો કરતો હોય તેવું જણાય છે. જ્યારે દુલ્હા-દુલ્હન સુહાગરાતની સેજ પર હતા ત્યારે પરિજનો રિસેપ્શનની તૈયારીમાં વ્યસ્ત હતા. સવારે 7 વાગે જ્યારે દુલ્હા દુલ્હને દરવાજો ન ખોલ્યો તો પરિજનોને શક ગયો અને દરવાજો તોડીને જોયું તો બધાના હોશ ઉડી ગયા. દુલ્હન બેડ પર મૃત અવસ્થામાં પડી હતી અને દુલ્હેરાજા છતના હુકથી લટકેલા હતા. તરત પોલીસ અને છોકરીના ઘરવાળાને સૂચના અપાઈ. 

સુહાગરાતે સંબંધ પણ બન્યો!
મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે સુહાગરાત પર બંને વચ્ચે સંબંધ પણ બન્યો હતો. ત્યારબાદ પ્રદીપે શિવાનીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી એ જાણવા મળ્યું છે કે શિવાનીની હત્યાના 1 કલાક બાદ પ્રદીપનું મોત થયું હતું. દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે એ પણ જણાવ્યું હતું કે શનિવારની રાતે બંને વચ્ચે સંબંધ બન્યો હતો. ત્યારબાદ શિવાની સૂઈ ગઈ. પ્રદીપે લગભગ સાડા ત્રણવાગે શિવાનીનું ગળું દબાવ્યું હતું. શ્વાસ રૂંધાઈ જવાના કારણે શિવાની ઉઠી ગઈ અને આંખ ખોલી તો સામે પ્રદીપને જોયો હશે. શિવાનીના ગળા પર જેટલા ભૂરા રંગના નિશાન હતા તેનાથી જાણવા મળે છે કે પ્રદીપે બંને હાથથી શિવાનીનું ગળું દબાવ્યું હશે. શિવાનીએ બચવા માટે તાકાત લગાવી હશે. પરંતુ પ્રદીપની પક્કડથી છૂટી શકી નહીં. મોત સામે ઝઝૂમતા તેણે પ્રદીપના ચહેરા અને છાતી પર હાથ પણ માર્યા. પ્રદીપના હાથે શિવાનીએ નખ પણ માર્યા હતા. 

ડોક્ટરે જણાવ્યું કે પ્રદીપના શરીર પર નખ્ખોરિયાના નિશાન છે. પોલીસે જણાવ્યું કે પ્રદીપે શિવાનીનું એટલું જોરથી ગળું દબાવ્યું હશે કે તે બૂમ પણ પાડી શકી નહીં. તેનો અવાજ દબાઈ ગયો. ડોક્ટરે એ પણ કહ્યું કે શિવાની કે પ્રદીપના લોહીમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ મળ્યું નથી. પોલીસને પ્રદીપના મોબાઈલથી એક મેસેજ મળ્યો હોવાનું કહેવાય છે જેમાં લખ્યું છે કે 'તુ કેવી છે, મને છોડીને તે સારું નથી કર્યું.'

અફેરની ચર્ચા
લગ્નના બીજા જ દિવસે નવપરિણીત દંપત્તિનું શંકાસ્પદ અવસ્થામાં મોત થઈ ગયું. વરરાજા પ્રદીપનો મૃતદેહ છતના હુક સાથે લટકેલો મળ્યો. જ્યારે દુલ્હન શિવાનીનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં માતમ છવાઈ ગયો. હજુ એ વાત પરથી પડદો નથી ઉઠી શક્યો કે આખરે આવું કેમ બન્યું? પરંતુ દબાયેલા અવાજે લોકો અફેરની ચર્ચા કરી રહ્યા છે. 7 માર્ચના રોજ પ્રદીપના લગ્ન થયા હતા અને 8 માર્ચે દુલ્હનની વિદાય થઈ હતી. રિસેપ્શનની તૈયારીઓ ચાલતી હતી પરંતુ આ દર્દનાક ઘટનાએ ખુશીઓને માતમમાં ફેરવી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More