અયોધ્યાઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં નવા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. આ સમારોહમાં પીએમ મોદી સહિત દેશ અને દુનિયાના અનેક મહાનુભાવો હાજર રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર અભિષેક બાદ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે. સામાન્ય માણસ ક્યારે રામ મંદિરના દર્શન કરી શકશે? શું કોઈ ફી છે? આરતીનો સમય શું છે? ચાલો તમને જણાવીએ રામ મંદિર સાથે જોડાયેલા આવા તમામ સવાલોના જવાબ…
સવાલઃ કોણ સંભાળશે મંદિર?
જવાબઃ રામ મંદિરનું મેનેજમેન્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે કરી હતી. ટ્રસ્ટ મંદિર નિર્માણ પર નજર રાખી રહ્યું છે. દેશની દિગ્ગજ કંસ્ટ્રક્શન કંપની લોર્સમ એન્ડ ટુબ્રો મંદિરનું નિર્માણ કરી રહી છે.
સવાલઃ સામાન્ય વ્યક્તિ ક્યારથી કરી શકશે દર્શન?
જવાબઃ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજા દિવસ એટલે કે 23 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટ પ્રમાણે 22 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા નથી. બીજા દિવસથી કપાટ તેના માટે ખુલશે.
સવાલ: મંદિર ક્યાં સુધી ખુલ્લું રહેશે?
જવાબઃ અયોધ્યામાં રામ મંદિર સામાન્ય ભક્તોના દર્શન માટે સવારે 7:00 થી 11:30 અને ત્યારબાદ બપોરે 2:00 થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર બંધ રહેશે.
આ પણ વાંચોઃ Photos: રંગનાથસ્વામી મંદિરમાં PM મોદી, ગજરાજના લીધા આશીર્વાદ, જાણો અહીંની ખાસિયત
સવાલઃ જાણો શું છે રામ મંદિરની આરતીનો સમય?
જવાબઃ રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણવાર આરતી થાય છે. પ્રથમ સવારે- 6.30 કલાકે, જેને જાગરણ કે શ્રૃંગાર આરતી કહે છે. બીજી બપોરે 12 કલાકે જેને ભોગ આરતી કહેવાય છે જ્યારે ત્રીજા આરતી સાંજે 7.30 કલાકે થશે, જે સંધ્યા આરતી હશે.
સવાલઃ રામ મંદિર આરતીમાં કઈ રીતે સામેલ થઈ શકશો?
જવાબઃ અયોધ્યામાં રામ મંદિરમાં આરતીમાં સામેલ થવા માટે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે. પાસ માટે આઈડી પ્રુફની જરૂર પડશે. ટ્રસ્ટ પ્રમાણે એકસાથે માત્ર 30 લોકો આરતીમાં સામેલ થઈ શકશે.
સવાલઃ શું દર્શન માટે કોઈ ચાર્જ આપવો પડશે?
જવાબઃ અયોધ્યાના રામ મંદિરમાં દર્શન નિશુલ્ક છે. રામલલાના દર્શન માટે કોઈ પ્રકારનો શુલ્ક આપવાનો નથી. દિવસમાં ત્રણવાર આરતી થાય છે, તે માટે પાસ જરૂર લેવો પડશે. જેની પાસે પાસ હશે, તેને આરતીમાં સામેલ થવાની મંજૂરી મળશે.
પ્રશ્નઃ અયોધ્યા કેવી રીતે જવું?
જવાબઃ તમે રેલ, બસ કે હવાઈ માર્ગે અયોધ્યા જઈ શકો છો. અયોધ્યા રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર માત્ર 5 કિલોમીટર છે. ત્યાંથી ઓટો રિક્ષા અથવા ઈ-રિક્ષા વગેરે દ્વારા મંદિર પહોંચી શકાય છે. એ જ રીતે અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટથી મંદિરનું અંતર લગભગ 17 કિમી છે. લખનૌ એરપોર્ટથી રોડ માર્ગે પણ અયોધ્યા જઈ શકાય છે. અંતર લગભગ 160 કિમી છે.
સવાલઃ રામ મંદિરના નિર્માણમાં કેટલા પૈસા ખર્ચાયા?
જવાબ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, જે રામ મંદિરના નિર્માણ કાર્યની દેખરેખ રાખે છે, તેણે મંદિરના નિર્માણ માટે આશરે 1800 કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ મૂક્યો હતો. જેમાં સામગ્રી ખર્ચ, મશીનરી, મજૂર ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ શું રામલલ્લાની વાયરલ થયેલી મૂર્તિ અસલી છે? મંદિરના મુખ્ય પૂજારીએ ઉઠાવ્યો સવાલ
પ્રશ્ન: મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે?
જવાબઃ નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે.
પ્રશ્ન: રામ મંદિરમાં બીજી કોની પ્રતિમા છે?
જવાબઃ અયોધ્યાના નવા રામ મંદિરમાં ચાર ખૂણામાં વધુ ચાર દેવતાઓના મંદિરો છે. જેમાં ભગવાન શિવ, ભગવાન સૂર્ય, માતા ભગવતી અને ભગવાન ગણેશ. આ સિવાય અહીં અન્નપૂર્ણા માતા અને હનુમાનજીનું મંદિર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે