Ram Mandir Inauguration: અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થશે. અવધનગરી અયોધ્યામાં રામલલ્લાના રાજ્યાભિષેકની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામલલ્લા બિરાજમાન થશે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. તો સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં હાજરી આપશે. તો મુખ્ય આચાર્ય પણ ગર્ભગૃહમાં હાજર હશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના પડદા બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌથી પહેલાં ભગવાન શ્રીરામ અરીસામાં પોતાનો ચહેરો જોશે. તો પ્રાણ પ્રતિષ્ઠામાં દલપૂજા માટે આચાર્યોએ 3 ટીમો બનાવી છે. જેમાં પહેલા દળનું નેતૃત્વ સ્વામી ગોવિંદ દેવગીરી કરશે. બીજા દળનું નેતૃત્વ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરવસ્વતી કરશે, તો ત્રીજા દળમાં કાશીના 21 વિદ્યાનોને રખાયા છે.
અયોધ્યામાં એક અઠવાડિયા પહેલાંથી વિવિધ અનુષ્ઠાન કાર્યક્રમો ચાલુ થઈ જશે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસ પહેલાંથી એટલે કે 16 જાન્યુઆરીથી જ અયોધ્યામાં ખાસ અનુષ્ઠાન કાર્યક્રમો શરૂ થઈ જશે. આ 7 દિવસના વિવિધ કાર્યક્રમો પર નજર કરીએ તો
16 જાન્યુઆરીએ,
યજમાનોનું પ્રાયશ્ચિત કરાશે, આ ઉપરાંત સરયૂ નદી તટ પર દશવિધ સ્નાન કરાશે, સાથે વિષ્ણુ પૂજન અને ગૌદાન પણ થશે.
17 જાન્યુઆરીએ,
રામલલ્લાની મૂર્તિ સાથે આખા અયોધ્યામાં શોભાયાત્રા નીકળશે, તો સરયૂના જળ ભરીને કળશ મંદિર લવાશે, જયાં મંદિરમાં પૂજા બાદ જળ કળશને શોભાયાત્રા અયોધ્યામાં ફેરવાશે
18 જાન્યુઆરીએ,
વિવિધ પૂજન હાથ ધરાશે. જેમાં ગળેશ અંબિકા પૂજન, વરૂણ પૂજન, માતૃકા પૂજન થશે, આ ઉપરાંત બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજન સહિત અનેક અનુષ્ઠાન થશે.
19 જાન્યુઆરીએ,
અગ્નિ સ્થાપન અને નવગ્રહ સ્થાપન વિધિ થશે, સાથે વિશેષ હવનનું પણ આયોજન છે.
20 જાન્યુઆરીએ,
સરયૂ નદીના જળથી નવનિર્મિત મંદિરના ગર્ભગૃહનું ધોઈને શુદ્ધિકરણ કરાશે. ગર્ભગૃહના શુદ્ધિકરણ બાદ વાસ્તુ શાંતિ અને અન્નાધિવાસ વિધિ થશે.
21 જાન્યુઆરીએ,
125 કળશ સાથે દિવ્ય સ્નાન થશે અને દિવ્ય સ્નાન પછી શૈયાધિવાસ કરાવવામાં આવશે. તો
22 જાન્યુઆરીએ,
સવારે પૂજન વિધિ થશે, જે બાદ બપોરે મધ્યાહન કાળના મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
30મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી અયોધ્યાની મુલાકાતે છે, ત્યારે આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીનો રોડ શો જે રૂટ પરથી પસાર થવાનો છે, તે માર્ગને ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટની કામગીરી પૂરી કરી દેવાઈ છે.
ફરી વરસાદની આગાહી : દેશના 11 રાજ્યો તથા ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે કમોસમી વરસાદ
રામ મંદિર મહોત્સવની અજાણી વાતો
આ રિપોર્ટ તમારી ઊંઘ ઉડાડી દેશે, અડધું ગુજરાત એવુ પાણી વાપરે છે જે પીવાલાયક જ નથી
અયોધ્યાના એરપોર્ટને મળ્યું નવુ નામ
અયોધ્યામાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામકરણ કરાયું છે. હવેથી અયોધ્યાનું એરપોર્ટ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટનરેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. PM મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાત લેશે. અહીં તેઓ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ અને અયોધ્યા રેલ્વે સ્ટેશન અને ગ્રીન ફીલ્ડ ટાઉનશીપનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ PM મોદી UPમાં 15,700 કરોડના વિકાસ કાર્યોનું શિલાન્યાસ કરશે. તેમજ અયોધ્યામાં PM મોદી કુલ 8 ટ્રેનોને એકસાથે લીલીઝંડી આપશે. જેમાં 2 ટ્રેન અયોધ્યા-આનંદ વિહાર વંદે ભારત એક્સપ્રેસ અને દિલ્હી-દરભંગા અમૃત ભારત એક્સપ્રેસ લખનઉ થઈને દોડશે. જ્યારે બાકીની 6 ટ્રેનો દેશના અન્ય વિસ્તારોમાંથી હશે.
ગુજરાતીઓને NRI બનવાનો રંગ લાગ્યો : 22 હજાર લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે