અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 23 જાન્યુઆરીએ એટલે કે મંગળવારના રોજ રામલલ્લાના દર્શન માટે મંદિર ખુલ્લુ મૂકાયું. એવો અંદાજો હતો કે શરૂઆતમાં એકથી દોઢ લાખ લોકો પ્રતિદિન દર્શન કરવા માટે આવશે. પંરતુ પહેલા જ દિવસે અંદાજે પાંચ લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા અને તમામ રેકોર્ડ તૂટી ગયા. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાથી શાસન અને પ્રશાસનના પણ હાથ પગ ફૂલી ગયા. એક સમય તો એવો પણ આવ્યોકે જ્યારે રામ મંદિરમાં થોડા સમય માટે લોકોની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. પણ પછી મોડી સાંજ સુધી દર્શનનો સિલસિલો ચાલુ રહ્યો. જો કે હવે વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ રહી છે અને અયોધ્યામાં બહારથી આવતા લોકોની ગાડીઓને પણ રોકવામાં આવી રહી છે.
ભીડ વધુ હોવાના અને વ્યવસ્થા બગડવાના સમાચારો જ્યારે સીએમ યોગી સુધી પહોંચ્યા તો તેઓ પોતે અયોધ્યા પહોંચી ગયા. સીએમ યોગીએ પહેલા તો લખનઉથી લાઈવ સ્ટ્રિમિંગ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચ્યા અને હેલિકોપ્ટરથી રામ મંદિરની ઉપરથી જ સ્થિતિની સમીક્ષા કરી. હવે સીએમ યોગીએ રામ ભક્તોને અપીલ કરી છે કે તેઓ ધૈર્ય રાખે અને સહયોગ કરે.
વ્યવસ્થામાં સુધારો
અયોધ્યામાં વધતી ભીડના પગલે શહેરમાં ગાડીઓની એન્ટ્રી પર રોક લાગી છે. પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે તેઓ વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. સીએમ યોગીના નિર્દેશ પર ઠેર ઠેર બેરિકેડિંગ કરાઈ છે. જેથી ભીડને નિયંત્રિત કરી શકાય. રામ જન્મભૂમિ પથ પર લાઈન લગાવવાની વ્યવસ્થા પણ ઠીક કરવામાં આવી રહી છે. જેથી કરીને પહેલા દિવસની જેમ ભીડ બેકાબૂ ન થાય.
UP માં બની ગયો 'ગોલ્ડન ટ્રાયંગલ', જાણો કેવી રીતે સરકારને ખજાનો ભરવામાં મદદ કરશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે