Home> India
Advertisement
Prev
Next

UP: ધર્મ સિંહ સૈનીએ યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, 3 દિવસમાં 3 મંત્રીઓએ ભાજપ સાથે ફાડ્યો છેડ્યો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (UP Assembly Election)પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પાર્ટી છોડવા માટે ધારાસભ્યોની કતાર લાગી છે.

UP: ધર્મ સિંહ સૈનીએ યોગી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, 3 દિવસમાં 3 મંત્રીઓએ ભાજપ સાથે ફાડ્યો છેડ્યો

લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (UP Assembly Election)પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પાર્ટી છોડવા માટે ધારાસભ્યોની કતાર લાગી છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે અને યોગી સરકારના મંત્રી ધરમ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે.

fallbacks

સરકારી આવાસ અને સુરક્ષા પણ છોડી
સહારનપુરની નકુર વિધાનસભા સીટ પરથી બીજેપી ધારાસભ્ય ધરમ સિંહ સૈની (Dharam Singh Saini) એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સરકારી આવાસ અને સુરક્ષા પણ છોડી દીધી છે. જોકે, તેમણે પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું તે જાણી શકાયું નથી.

UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો

અખિલેશે ધરમ સિંહ સૈનીનું સપામાં કર્યું સ્વાગત
યોગી કેબિનેટ અને ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ધરમ સિંહ સૈની (Dharam Singh Saini)એ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)સાથે મુકાલાત કરી હતી. ફોટો શેર કરતા અખિલેશે લખ્યું, 'સામાજિક ન્યાયના બીજા યોદ્ધા ડૉ. ધરમ સિંહ સૈની જીના આગમનથી અમારી 'સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિ'ને વધુ ઉત્સાહ અને શક્તિ મળી છે. સપામાં તેમનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ! બાવીસમાં સમાવેશી-સૌહાર્દની જીત નિશ્ચિત છે!'
fallbacks

3 દિવસમાં ત્રણ મંત્રીઓએ આપ્યા રાજીનામા
યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું હતું. હવે આયુષ મંત્રી ધરમ સિંહ સૈની (Dharam Singh Saini) એ પાર્ટી છોડી દીધી છે.

યુપીમાં સાત તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં 403 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં 55 બેઠકો, 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કામાં 59 બેઠકો, 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કામાં 60 બેઠકો, 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં 60 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને 7 માર્ચે સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More