Home> India
Advertisement
Prev
Next

લૉકડાઉનના પાલનની સાથે ખુલ્યા કેદારનાથના કપાટ, પીએમ મોદીના નામથી પ્રથમ પૂજા


વિશ્વ અને રાષ્ટ્રના કલ્યાણ માટે ભગવાન કેદારનાથની પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી સંપન્ન કરવામાં આવી હતી. લૉકડાઉનને કારણે આજની પૂજામાં મુખ્ય પુજારી સહિત માત્ર 16 લોકો સામેલ થયા હતા.
 

લૉકડાઉનના પાલનની સાથે ખુલ્યા કેદારનાથના કપાટ, પીએમ મોદીના નામથી પ્રથમ પૂજા

કેદારનાથઃ કેદારનાથના કપાટ બુધવારે ખોલવામાં આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે આ પ્રથમ વખત છે જ્યારે ભક્તોની હાજરી વગર કપાટ ખુલ્યા છે. બુધવારે સવારે 6 કલાક 10 મિનિટ પર ભગવાન શ્રી કેદારનાથના કપાટ 6 મહિના માટે સંપૂર્ણ વિશ્વની સુખ સમૃદ્ધિ અને આરોગ્યતાની કામનાની સાથે ખોલી દેવામાં આવ્યા છે. વિશ્વ અને રાષ્ટ્રના કલ્યાણ માટે ભગવાન કેદારનાથની પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી સંપન્ન થઈ હતી. લૉકડાઉન હોવાને કારણે આજે (બુધવાર)ની પૂજામાં મુખ્ય પુજારી સહિત માત્ર 16 લોકો સામેલ થયા હતા. 

fallbacks

સામાન્ય રીતે કપાટ ખોલવાના દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ સંત કેદાર ધામ પહોંચે છે. કોરોના મહામારીને કારણે તંત્રએ ભક્તોને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપી નથી. આ વખતે સીમિત સંખ્યામાં કર્મચારી, પુજારી અને વેદપાઠી જ કેદારધામમાં હાજર રહેશે. મંદિરમાં માત્ર ભોગ, બપોરનો શ્રૃંગાર અને સંધ્યા આરતી થશે. કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ શ્રદ્ધાળુઓને બાબા કેદારનાથ ધામના કપાટ ખુલવાની શુભેચ્છા આપી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું, બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ. તમારો મનોરથ પૂર્ણ થાય, બાબા કેદારનાથના આશીષ બધા પર જળવાઇ રહે, આવી ભગવાન કેદારનાથને કામના કરુ છું. કોરોના વાયરસના આ વૈશ્વિક સંકટમાં આપણે બાબા કેદારનાથની આરાધના ગરમાં રહીને કરીએ, સોશિયલ ડિસ્ટેન્સિંગનું જરૂર પાલન કરીએ, ઘરમા રહીએ, સુરક્ષિત રહીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More