Home> India
Advertisement
Prev
Next

યોગ ગુરૂ રામદેવે લોન્ચ કરી કોરોલિન ટેબલેટ, પહેલી આયુર્વેદિક દવા બનાવાવાનો દાવો

રામદેવે કહ્યું કે કોરોનાની દવા પર બે ટ્રાયલ થયા છે. 100 લોકો પર દવાનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે. 3 દિવસમાં 100માંથી 69% દર્દીઓ પોઝિટિવમાંથી નેગેટિવ થયા. 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે. 

યોગ ગુરૂ રામદેવે લોન્ચ કરી કોરોલિન ટેબલેટ, પહેલી આયુર્વેદિક દવા બનાવાવાનો દાવો

હરિદ્વાર: યોગ ગુરૂ બાબા રામદેવે મંગળવારે કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલ લોન્ચ કરી. તેમણે કોરોનિલ ટેબલેટ વડે કોરોનાના દર્દીઓને સાજા થવાનો દાવો કર્યો છે. રામદેવે કહ્યું કે કોરોનાની દવા પર બે ટ્રાયલ થયા છે. 100 લોકો પર દવાનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે. 3 દિવસમાં 100માંથી 69% દર્દીઓ પોઝિટિવમાંથી નેગેટિવ થયા. 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે. 

fallbacks

આ અવસર પર રામદેવે કહ્યું કે ''આખો દેશ અને દુનિયા જે પળની રાહ જોઇ રહી હતી, આજે અમે તેની જાહેરાત કરીએ છીએ કે કોરોનાની દવા તૈયાર થઇ ગઇ છે. આખી દુનિયા એવિડેન્સ બેસ્ડ મેડિસિનના ઉપર જ કામ કરી રહ્યા છીએ. પ્રોફેસર બલવીર સિંહ તોમર અને અમારા આચાર્યજીના સંયુક્ત પ્રયત્નથી કોરોનાની દવા તૈયાર થઇ છે. 

તેમણે આગળ કહ્યું કે ''ક્લિનિકલ કેસ સ્ટડીમાં અમે 280 દર્દીઓને સામેલ કર્યા અને તમામની રિકવરી થઇ. ક્લિનિકલ કંટ્રોલ્ડ ટ્રાયલ પણ થઇ.પતંજલિ રિસર્ચ સેન્ટર પર અને નિમ્સએ ટ્રાયલ કર્યું.  95 દર્દીઓએ  ભાગ લીધો અને 3 દિવસની અંદર 69% રોગી રિકવર થયા છે અને 7 દિવસની અંદર 100 ટકા રિકવર થયા. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More