બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડતી જોવા મળી રહી છે. વર્ષ 2025 માટે પણ તેમણે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડતી જોવા મળતી હોય તેવું લાગે છે. 7 જૂને જે મોટી ખગોળીય ઘટના ઘટી તે જ્યોતિષની રીતે ખુબ મહત્વ ધરાવે છે.
2025 માટે બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2025 માટે અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. જે સમય સાથે જાણે સાચી પડતી હોય તેવું લાગે છે. એવું કહેવાય છે કે તેમની ભવિષ્યવાણીઓ 7 જૂન 2025 બાદ સાચી સાબિત થઈ શકે છે. જેનો કઈક અણસાર તો આવી રહ્યો છે.
7 જૂને શું થયું
જ્યોતિષ શાસ્ત્રીઓ મુજબ 7 જૂન 2025ના દિવસે મંગળ ગ્રહે રાશિ બદલી. મંગળને જ્યોતિષમાં દુર્ઘટનાઓ, આગજની, આક્રમકતા, અને યુદ્ધનો ગ્રહ ગણવામાં આવે છે. આવામાં મંગળ ગ્રહની જગ્યા બદલાવવાની સ્થિતિને લોકો અશુભ સંકેત માને છે. લોકોના મનમાં સવાલ ઘૂમરાતા હતા કે શું ખરેખર 7 જૂન 2025 બાદ કઈક મોટું થશે. વિશેષજ્ઞોનું માનવું છે કે દુનિયાભરમાં આ સ્થિતિ મોટા ફેરફારોનું કારણ બની શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ લોકોમાં બેચેની વધારેલી છે.
જ્યોતિષીઓ મુજબ ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરી ગયા. સિંહ રાશિ નેતૃત્વ, શક્તિ અને અહંકારનું પણ પ્રતિક છે. જ્યારે મંગળ સિંહ રાશિમાં ગોચર કરે છે ત્યારે માનવામાં આવે છે કે તેનો ઊંડો પ્રભાવ વૈશ્વિક રાજકારણ અને અર્થવ્યવસ્થા પર પડી શકે છે.
બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણીઓ
બાબા વેંગાએ દાવો કર્યો હતો કે વર્ષ 2025માં દુનિયાના વિનાશની શરૂઆત થઈ જશે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2025માં મોટી આફતો આવશે. ત્રીજા વિશ્વયુદ્ધની પણ ભવિષ્યવાણી તેમણે કરેલી છે. વાયરલ થઈ રહેલી ભવિષ્યવાણીમાં દાવો કરાયો છે કે 7 જૂન 2025 બાદ દુનિયામાં તબાહી મચશે. દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે. એક આધ્યાત્મની શોધમાં અને બીજી ટેક્નોલોજીમાં લાગેલી રહેશે.
દક્ષિણ ગોળાર્ધમાં અચાનક વિસ્ફોટ
બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે નીચેથી ઉઠતો ધુમાડો બધાને ડરાવશે. આ અંગે સાઉથ એટલાન્ટિક મેગ્નેટિક એનોમેલીના વૈજ્ઞાનિકોના મગજમાં ડર બેસેલો છે.
પાણીમાં ઝેર ઘોળવાથી નવી બીમારી
વિશેષજ્ઞોનું એવું પણ માનવું છે કે વર્ષ 2025 બાદ પાણીથી પેદા થનારો વાયરસ અને ફંગસ નવી મહામારીનું કારણ બની શકે છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ
અત્રે જણાવવાનું કે 7 તારીખ બાદ અનેક મોટી ઘટનાઓ સામે આવી છે. જેમ કે 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું જેમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા. આ પ્લેન દુર્ઘટનાએ દેશ દુનિયાને હચમચાવી દીધા છે.
ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ઘર્ષણ શરૂ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલે ઈરાન પર કરેલા ઘાતક હુમલાઓ બાદ ઈરાને તહેરાનથી 120 કિલોમીટર દૂર આવેલી કોમની જામકારન મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવી દીધો છે. આ ઝંડો ઈરાનમાં બદલાની નિશાની ગણવામાં આવે છે અને તેને ફરકાવવાનો અર્થ છે કે ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી દીધી છે. ઈઝરાયેલે શુક્રવારે સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ અને સૈન્ય નેતાઓ પર મોટા હુમલા કર્યા. આ હુમલામાં ઈરાનના નતાંજ પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો આ સાથે જ ઈસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડના કમાન્ડર ઈન ચીફ જનરલ હૌસેન સલામી, મેજર જનરલ મોહમ્મદ બઘેરી અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ અલી શમખાની માર્યા ગયા. ઈઝરાયેલે તેને ઓપરેશન રાઈઝિંગ લાયન નામ આપ્યું અને કહ્યું કે આ હમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે કરવામાં આવ્યો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ આ હુમલાની આકરી ટીકા કરી છે અને ઈઝરાયેલ જોડે બદલો લેવાનું વચન આપ્યું છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડે પણ કહ્યું કે તેઓ ઈઝરાયેલને કઠોર અને દર્દનાક જવાબ આપશે. જામકારન મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ઝંડા પર અરબીમાં 'યા લા-થારત અલ હુસૈન' લખ્યું છે, જેનો અર્થ છે કે 'એ હુસૈનનો બદલો લેનારા'.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી ઈન્ટરનેટ પર વાયરલ થયેલી ભવિષ્યવાણીઓ, જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે