Home> India
Advertisement
Prev
Next

UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

તમંચે પે ડિસ્કો તો તમે ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે તમંચાનો ઉપયોગ કેક કાપવા માટે થયો હોય... હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

બાગપત: તમંચે પે ડિસ્કો તો તમે ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે તમંચાનો ઉપયોગ કેક કાપવા માટે થયો હોય... હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના બાગપતનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મકાનના ધાબે કેટલાક યુવકો બર્થડે પાર્ટી ઉજવી રહ્યાં છે. જેમાં પિસ્તોલનો ઉપયોગ કેક કાપવા માટે કર્યો છે. કેક કાપવા પિસ્તોલથી કેક તરફ ફાયરિંગ કરે છે. 

fallbacks

CJIએ કહ્યું- 'ઉન્નાવ રેપ કેસના તમામ મામલા જલદી થશે ટ્રાન્સફર', CBI પાસે માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

આ મામલો બાગપતના સરુરપુર ખેડકી ગામનો હોવાનું કહેવાય છે. લગ્ન કે અન્ય સમારોહમાં આનંદના અતિરેકમાં થતા ફાયરિંગ પર રોક હોવા છતાં હજુ પણ કેટલાક લોકો આવું ફાયરિંગ કરે છે. વાઈરલ વીડિયોમાં મકાનના ધાબે કેટલાક યુવકો બર્થડે પાર્ટી  કરી રહ્યાં છે. જશ્નના માહોલમાં મદમાં છકી ગયા છે. 

જુઓ VIDEO

27 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થડે પાર્ટી દરમિયાન બર્થડે બોયના મિત્રો ખુબ હલ્લો મચાવી રહ્યાં છે. યુવકોએ  કેક નીચે રાખી અને બધા એક બાજુ ભાગી રહ્યાં છે. ત્યારે જ કેકને કાપવા માટે ગોળી મારવામાં આવી. આ દરમિયાન કેટલાક યુવકો ત્યાં ઊભા હતાં અને કઈં પણ અનિચ્છનીય ઘટના ઘટી શકે તેમ હતી. 

વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને સીઓ બાગપત ઓમપાલ સિંહનું કહેવું છે કે આ મામલો સરુરપુર ખેડકીનો છે. તપાસ થઈ રહી છે. જલદી આરોપીઓની ઓળખ કરવામાં આવશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More