Home> India
Advertisement
Prev
Next

VIDEO: અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનના ભાષણ વખતે થયો હંગામો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના પહેલા અધિકૃત અમેરિકા પ્રવાસે છે. પરંતુ આ પ્રવાસમાં તેમની મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ નથી લેતી. અમેરિકામાં પહેલા તો ઈમરાન  પહોંચ્યા તો તેમનું કોઈ સ્વાગત ન થયું જેના કારણે સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડી અને હવે તેમના ભાષણ દરમિયાન હોબાળો મચ્યો. 

VIDEO: અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનના ભાષણ વખતે થયો હંગામો

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના પહેલા અધિકૃત અમેરિકા પ્રવાસે છે. પરંતુ આ પ્રવાસમાં તેમની મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ નથી લેતી. અમેરિકામાં પહેલા તો ઈમરાન  પહોંચ્યા તો તેમનું કોઈ સ્વાગત ન થયું જેના કારણે સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડી અને હવે તેમના ભાષણ દરમિયાન હોબાળો મચ્યો. 

fallbacks

પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નારેબાજી
હકીકતમાં પોતાના અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઈમરાન ખાન વોશિંગ્ટન ડીસીમાં એક કમ્યુનિટી પ્રોગ્રામમાં ભાષણ આપી રહ્યાં હતાં, અચાનક ત્યારે જ ત્યાં હાજર કેટલાક બલુચ કાર્યકરોએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ તેમણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી. આ સાથે જ મુત્તહિદા કાસમી મૂવમેન્ટ (MQM) અને અન્ય અલ્પસંખ્યક સમૂહોના પ્રદર્શનકારીઓએ ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસના વિરોધમાં વોશિંગ્ટન ડીસીમાં વિરોધ પ્રદર્શન કર્યું. 

જુઓ વીડિયો....

આજે કરશે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત કરી, જ્યાં તેઓ 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવપૂર્ણ દ્વીપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો પ્રયત્ન કરશે. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More