Home> India
Advertisement
Prev
Next

બનિહાલ કાર વિસ્ફોટઃ CRPF કાફલા હુમલો કરવાનો આદેશ હોવાનું આતંકીએ સ્વીકાર્યું

આતંકવાદીએ પોલીસની પુછપરછમાં જણાવ્યું કે, "મને ફોન ઉપર આ કાફલા પર હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. મારું કામ કાફલા સુધી કાર લઈ જઈ અને પછી તેમાં રહેલી એક સ્વીચ દબાવાનું હતું. હું જ્યારે કારમાં હતો ત્યારે મેં એ બટન પણ દબાવ્યું હતું.આ ઘટના સમયે કારમાં હું એકલો જ હતો."

બનિહાલ કાર વિસ્ફોટઃ CRPF કાફલા હુમલો કરવાનો આદેશ હોવાનું આતંકીએ સ્વીકાર્યું

શ્રીનગરઃ જમ્મુ-શ્રીનગર હાઈવે પર બનિહાલ પાસે પુલવામા હુમલાની ઢબે હુમલો કરવાનું કાવતરું ઘડનારો આતંકવાદી પકડાઈ ગયો છે. તેણે સ્વીકારી લીધું છે કે તે પુલવામા જેવો હુમલો કરવા માગતો હતો. પકડાયેલો આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંકળાયેલો છે અને કાશ્મીરના શોપિયાંનો નિવાસી છે. આતંકવાદીને 8 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 માર્ચ, શનિવારના રોજ એક સેન્ટ્રો કાર દ્વારા CRPFના કાફલાને નિશાન બનાવાનો પ્રયાસ કરાયો હતો. 

fallbacks

ડીજીપી દિલપાગ સિંહે સોમવારે પત્રકારોને જણાવ્યું કે, 'માત્ર 36 કલાકમાં જ હુમલાનું કાવતરું ઘડનારા આતંકીને પકડી લેવાયો છે. તેનું નામ ઓવેસ અમીન છે અને પ્રાથમિક પુછપરછમાં તેણે પોતાનો અપરાધ કબુલી લીધો છે. આ આતંકી શોપિયાંનો રહેવાસી છે.'

આતંકવાદી જ્યારે કારમાંથી ભાગી ગયો ત્યારે કેટલોક સામાન ત્યાં વિખેરાઈ ગયો હતો. તેણે એક વિશેષ શર્ટ પહેર્યું હતું જે ઘટનાસ્થળ પાસે મળી આવ્યું હતું. પોલીસે બધી જ કડીઓ મિલાવી હતી. લિન્ક સાથે જોડાયેલા આતંકવાદીનો સ્કેચ તૈયાર કરાયો હતો. બધા જ ચેકપોસ્ટ સીલ કરી દેવાયા હતા. રામબનમાં એક ચેકપોસ્ટ પરથી ટેમ્પોમાં લિફ્ટ લઈને ભાગી જવાનો પ્રયાસ કરી રહેલો આ આતંકવાદી પકડાઈ ગયો હતો. પોલીસના હાથે લાગતાં જ તેણે પોતાનો અપરાધ કબુલી લીધો હતો. 

ઓમર અબ્દુલ્લા બોલ્યા, કાશ્મીર બને અલગ દેશ, પીએમ મોદીએ કહ્યું - આવું બોલાવાની હિંમત કેવી રીતે થઈ

ડીજીપી સિંહે પત્રકારોને જણાવ્યું કે, "શનિવારે બનિહાલમાં સવારે લગભગ 10.15 કલાકે વિસ્ફોટકો ભરેલી એક સેન્ટ્રો કારને CRPFના કાફલાની બસ સાથે અથડાવાનો પ્રયાસ કરાયો હતો. શ્રીનગરથી જમ્મુ જઈ રહેલા કાફલા સાથે આ કાર ટકરાઈ હતી. આ હુમલાથી બસને સામાન્ય નુકસાન થયું હતું, જ્યારે અંદર રહેલા જવાનોને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ કારમાં બે સિલિન્ડર, જિલેટીનની 50થી વધુ સ્ટીક, યુરિયા, પેટ્રોલ અને ત્રણ આઈઈડી હતા."

આતંકવાદીએ પોલીસની પુછપરછમાં જણાવ્યું કે, "મને ફોન ઉપર આ કાફલા પર હુમલો કરવાનો આદેશ મળ્યો હતો. મારું કામ કાફલા સુધી કાર લઈ જઈ અને પછી તેમાં રહેલી એક સ્વીચ દબાવાનું હતું. હું જ્યારે કારમાં હતો ત્યારે મેં એ બટન પણ દબાવ્યું હતું. આ ઘટના સમયે કારમાં હું એકલો જ હતો."

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More