Home> India
Advertisement
Prev
Next

ભાજપની જીત પર પ્રશાંત કિશોરનું પણ આવ્યું નિવેદન, જાણો 2024 ચૂંટણી પર શું કહ્યું

પ્રશાંત કિશોરે આ નિવેદન તે સમયે આપ્યું છે, જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2019 ની લોકસભાની ચૂંટણી બાદ કેટલાક રાજકીય પંડિતોએ દાવો કર્યો હતો કે 2017 રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જ 2019 ના લોકસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરશે. 

ભાજપની જીત પર પ્રશાંત કિશોરનું પણ આવ્યું નિવેદન, જાણો 2024 ચૂંટણી પર શું કહ્યું

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ભાજપની શાનદાર જીત પર પ્રશાંત કિશોરે કહ્યું કે આ પરિણામોની આગામી લોકસભા ચૂંટણી પર કોઇ અસર નહી પડે કારણ કે 2024 માં કોઇ રાજ્યની ચૂંટણી માટે નથી, પરંતુ ભારત માટે લડાઇ લડવામાં આવશે. 

fallbacks

PM મોદીએ આપ્યું હતું આ નિવેદન
પ્રશાંત કિશોરે આ નિવેદન તે સમયે આપ્યું છે, જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2019 ની લોકસભાની ચૂંટણી બાદ કેટલાક રાજકીય પંડિતોએ દાવો કર્યો હતો કે 2017 રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો જ 2019 ના લોકસભાની ચૂંટણીના પરિણામો નક્કી કરશે. 

તેમણે એ પણ કહ્યું હતું કે આ વખતે પણ તેમણે એમ કહેવાનું સાહસ બતાવ્યું છે કે 2022 ના પરિણામોએ 2024 ના પરિણામો નક્કી કરી દીધા છે. 

'જુઠાણાની જાળમાં ફસાસો નહી' 
પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું કે '2024 માં ભારત માટે લડાઇ લડવામાં આવશે અને તેનો નિર્ણૅય કરવામાં આવશે ના કે કોઇ રાજ્ય ચૂંટણી માટે. સાહેબ (મોદી) એ જાણે છે. એટલા માટે વિપક્ષ પર નિર્ણાયક મનોવૈજ્ઞાનિક બઢત પ્રાપ્ત કરવા માટે રાજ્ય ચૂંટણીની આસપાસ ઉન્માદ પેદા કરવાનો એક શાતિર પ્રયત્ન છે. આ જુઠાણાની જાળમાં ફસાસો નહી.'

ભાજપે ફેબ્રુઆરી-માર્ચમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં શાનદાર જીત પ્રાપ્ત કરી છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ) એ જોરદાર જીત નોંધાવી છે. યુપીમાં સતત બીજી કોઇ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી સત્તામાં વાપસી કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More