Home> India
Advertisement
Prev
Next

બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ દેશને આપ્યું આ વચન...

નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાથી પહેલા ગુરૂવારે મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી, તેમજ રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને નમન કર્યું અને કહ્યું કે, તેમના આદર્શો આપણને ગરીબ, વંચિત તેમજ સાઇડ લાઇન પર ઉભેલા લોકોના જીવન અને શાસન વ્યવસ્થાને સુધારવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે.

બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ દેશને આપ્યું આ વચન...

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાથી પહેલા ગુરૂવારે મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી, તેમજ રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને નમન કર્યું અને કહ્યું કે, તેમના આદર્શો આપણને ગરીબ, વંચિત તેમજ સાઇડ લાઇન પર ઉભેલા લોકોના જીવન અને શાસન વ્યવસ્થાને સુધારવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે. સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને તેમની મુખ્ય પ્રાથમિકતા પણ ગણાવી છે.

fallbacks

વધુમાં વાંચો: શિવસેનાનો દાવો: ‘મોદી મંત્રીમંડળમાં NDAના દરેક દળમાંથી હશે 1 મંત્રી’

મોદીએ તેમના ટ્વિટમાં કહ્યું, રાજઘાટ જઇને બાપૂને શ્રદ્ધાંજલિ આપી, સન્માન પ્રકટ કર્યું. આ વર્ષે આપણે બાપૂની 150મી જયંતી મનાવી રહી છે. હું આશા કરૂ છું તો આ ખાસ અવસર બાપૂના નેક વિચારો તેમજ આદર્શોને વધુ લોકપ્રિય બનાવવા તથા ગરીબ, વંચિત તેમજ સાઇડ લાઇન પર ઉભેલા લોકોના જીવન અને શાસન વ્યવસ્થાને સુધારવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે.

તેમણે અન્ય એક ટ્વિટ કર્યું, ‘અમે દરરોજ અમારા પ્રિય અટલજીને યાદ કરીએ છીએ. લોકોની સેવા કરવા માટે ભાજપને આવી મોટી તક મળી રહે છે તે જોઈને તેઓ ખૂબ ખુશ થતા.’ મોદીએ કહ્યું, અટલજીના જીવન તેમજ તેમના કાર્યો ઘણાથી પ્રેરિત છું, અમે શાસન વ્યવસ્થાને યોગ્ય બનાવવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની દિશામાં પ્રયાસ ચાલુ રાખીશું.

વધુમાં વાંચો: આ એક પત્રએ 1 મહીના સુધી પ્રતિબંધ કરી દીધી કોંગ્રેસ પ્રવક્તાઓની ટીવી ડિબેટ

તેમના ટ્વિટમાં તેમણે કહ્યું, ‘કર્તવ્યનું નિર્વાહ કરતા હું શહીદ થયેલા વીર પુરૂષો તેમજ મહિલાઓ પર ભારતને ગર્વ છે. રાષ્ટ્રીય સમર સ્મારક પર આપણા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.’

તેમણે કહ્યું કે, અમારી સરકાર ભારતની એકતા અને અખંડતાની સુરક્ષા માટે કોઇ અવસર છોડશે નહીં. રાષ્ટ્રીય સુરક્ષા અમારી મુખ્ય પ્રાથમિકતા છે.

વધુમાં વાંચો: નરેન્દ્ર મોદી આજે બીજી વખત લેશે વડાપ્રધાન પદના શપથ, જાણો નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ

મોદી સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ અટલ સ્મૃતિ સ્થળ પહોંચ્યા અને ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. તે દરમિયાન તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શહા, પીયૂષ ગોયલ, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર, ગિરિરાદ સિંહ સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યાં હતા.

બાપૂ અને અટલજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને ત્યાં તેમણે શહિદોને નમન કર્યું હતું. તેમણે આ વર્ષે 26 ફેબ્રુઆરીના રાષ્ટ્રીય સમર સ્મારકનું ઉદ્ધાટન કર્યું હતું. તે દરમિયા તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રણ સેનાઓના પ્રમુખ પણ હાજર હતા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More