નવી દિલ્હીઃ Beggar Smoking: ભિખારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થતા હોય છે અને જોવામાં આવે છે કે તેઓ ભીખ માંગતી વખતે કેટલાક વિચિત્ર કામો કરે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે એક ભિખારી સિગારેટ પી રહ્યો છે અને એક ફુંક માર્યા બાદ તેને ફેંકી રહ્યો છે.
પૈસાની અય્યાશી છે કે બીજુ કંઈ?
હકીકતમાં આ વીડિયો એક યૂઝરે ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે આ દાન કરેલા પૈસાથી અય્યાશી છે કે કંઈ અન્ય. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભિખારી રસ્તા પર બેઠો છે, તે સિગારેટના ડબ્બાથી સિગારેટ કાઢી રહ્યો છે અને એક ફુંક મારીને ફેંકી રહ્યો છે.
दान किए गए पैसों पर अय्याशी... या कुछ और...#Trending #TrendingTopics #Smokers pic.twitter.com/uYFN4fY9ri
— Narendra Singh (@NarendraNeer007) January 18, 2023
સિગારેટનો ઢગલો
ત્યારબાદ તે પેકેટમાંથી બીજી સિગારેટ કાઢે છે અને માત્ર એક ફુંક મારીને ફેંકી દે છે. તેની સામે સિગારેટનો એક ઢગલો થઈ જાય છે. તેની સામે પડેલી સિગારેટનો ઢગલો જોઈને લાગી રહ્યું છે કે તેણે ઓછામાં ઓછી 100 સિગારેટ તો પીધી હશે.
આ પણ વાંચોઃ '72 કલાકની અંદર જવાબ આપે કુશ્તી મહાસંઘ, વિનેશ ફોગાટના આરોપો બાદ એક્શનમાં સરકાર
ઘરપકડ કરવાની માંગ
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો ભડકી ગયા છે. કેટલાક લોકો તેને ભિખારી જણાવી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે આ ભિખારી નથી. તો કેટલાક યૂઝર્સે તે પણ પૂછ્યુ છે કે પૈસા માંગી આ પ્રકારના જલદા કરવા યોગ્ય નથી. તેની ધરપકડ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે