નવી દિલ્હી: ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહે સોમવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભાજપના કાર્યકરોની પીટાઈ કરી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા હરિફ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચેતવણી આપી છે કે તેમના સાંસદો, મુખ્યમંત્રી અને વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવતા પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદે ટ્વીટ કરીને કહ્યું કે 'ટીએમસીના ગુંડાઓએ ચૂંટણી જીતતા જ અમારા કાર્યકરોના જીવ લીધા, ભાજપના કાર્યકરોની ગાડીઓ તોડી, ઘરમાં આગ લગાવી રહ્યા છે, યાદ રાખજો ટીએમસી સાંસદ, મુખ્યમંત્રી, વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે, તેને ચેતવણી સમજી લેજો. ચૂંટણીમાં હારજીત થતી રહે છે, હત્યા નહીં.'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામની જાહેરાતના એક દિવસ બાદ પૂર્વ બર્ધમાન જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણમાં કથિત રીતે 4 લોકોના મોત થયા. અધિકૃત સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો કે ભજાપ કાર્યકરો દ્વારા માર્યા ગયેલા ત્રણ લોકો તેમના સમર્થક હતા જ્યારે ભાજપે આરોપ ફગાવ્યા.
TMC के गुंडो ने चुनाव जीतते ही हमारे कार्यकर्ताओं को जान से मारा, भाजपा कार्यकर्ताओं की गाड़ियाँ तोड़ी, घर में आग लगा रहें है। याद रखना TMC के सांसद , मुख्यमंत्री , विधायको को दिल्ली में भी आना होगा, इसको चेतावनी समझ लेना। चुनाव में हार जीत होती है, मर्डर नहीं।@MamataOfficial
— Parvesh Sahib Singh (@p_sahibsingh) May 3, 2021
અનેક જગ્યાએ હિંસા
રાયના પોલીસ સ્ટેશન હદમાં રવિવારે રાતે ટીએમસી-ભાજપ કાર્યકરો વચ્ચે સમસપુરમાં થયેલી ઝડપમાં 55 વર્ષના એક વ્યક્તિનું મોત થયું. ઓડિશાપારા વિસ્તારમાં ઝડપ બાદ સ્થાનિક સૂત્રએ જણાવ્યું કે તમામ ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં શાહજહા શાંહ, વિભાષ બાગ અને કાકાલી ક્ષેત્રપાલને મૃત જાહેર કરાયા. પોલીસે કહ્યું કે આ મામલે 23 લોકોની અટકાયત કરાઈ છે અને વિસ્તારમાં ભારે પોલીસફોર્સ તેનાત કરાઈ છે.
ભાજપે 6 કાર્યકરોના મોતનો દાવો કર્યો
ભાજપે એક પાર્ટી કાર્યાલયમાં કથિત આગજનીનો વીડિયો શેર કર્યો છે. જેમાં પરેશાન લોકોને બૂમો પાડીને ભાગતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યક્તિઓની તસવીરો અને એક દુકાનમાંથી કપડાં લૂટીને ભાગતા લોકોના ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. ભાજપે કહ્યું કે તેના 6 કાર્યકરોના આ હુમલામાં મોત થયા છે.
ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ
આ બાજુ રાજ્યપાલ ધનખડે ગૃહ સચિવ એકે ત્રિવેદ સાથે મુલાકાત બાદ ટ્વીટ કરીને કહ્યું કે રાજ્યમાં ચૂંટણી બાદ હિંસાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મે એસીએસ ગૃહને તલબ કર્યા હતા અને તેમને ચૂંટણી બાદ રાજ્યમાં થયેલી હિંસા અને તોડફોડ તથા ઉઠાવવામાં આવેલા પગલાં પર રિપોર્ટ આપવાનું કહ્યું છે. એક પ્રવક્તાએ કહ્યું કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રાજ્યમાં વિપક્ષી રાજનીતિક કાર્યકરોને નિશાન બનાવીને કરાયેલી હિંસા પર એક રિપોર્ટ માંગ્યો છે.
West Bengal: બંગાળમાં હિંસા વિરુદ્ધ ભાજપે 5 મેએ દેશવ્યાપી ધરણાની કરી જાહેરાત
Bengal: રાજ્યપાલ જગદીપ ધનખડને મળ્યા મમતા બેનર્જી, 5 મેએ લેશે મુખ્યમંત્રી પદના શપથ
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે