કોલકત્તાઃ ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના બંગાળના પ્રવાસે છે. આજે તેમના બંગાળ પ્રવાસનો બીજો દિવસ છે. શાહ આજે બીરભૂમમાં છે. બીરભૂમમમાં અમિત શાહ શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી યુનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગુરૂદેવ રવીન્દ્ર નાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બીરભૂમમાં બાઉલ ગાયકના ઘરે બપોરે ભોજન ગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ બોલપુરમાં શાહે રોડ-શો કર્યો હતો. રોડ-શોમાં ઉમટેલી જનમેદની જોઈ શાહે કહ્યુ કે, આવો રોડ શો જીવનમાં ક્યારેય જોયો નથી. શાહે કહ્યુ કે, બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે.
ભત્રીજાની દાદાગિરી રોકવા માટે બંગાળમાં પરિવર્તન થશેઃ શાહ
રોડ શોમાં હાજર લોકોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે, બંગાળના લોકોના મતનમાં પીએમ મોદીના મનમાં પ્રેમ જોવા મળી રહ્યો છે. મમતા બેનર્જી પર સીધો હુમલો કરતા શાહે કહ્યુ કે, આગામી ચૂંટણીમાં ભત્રીજાની દાદાગિરી સમાપ્ત કરવા ફેરફાર થશે. બાંગ્લાદેશમાં ઘુષણખોરોને હટાવવા માટે ફેરફાર થશે. ભારત માતાની જય, જય શ્રીરામના નારા વચ્ચે શાહે કહ્યુ કે, લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે, પરંતુ આ પરિવર્તન માત્ર વ્યક્તિનું પરિવર્તન નથી, આ પરિવર્તન બંગાળના વિકાસ માટે થશે. ઘુષણખોરી રોકવા અને હિંસાને ખતમ કરવા માટે પરિવર્તન થશે. આ ટોલબાજી વિરુદ્ધ પરિવર્તન થશે. ટોલબાજી બંધ કરવા માટે પરિવર્તન થશે.
#BengalWithBJP pic.twitter.com/2Muq5iBjF0
— Amit Shah (@AmitShah) December 20, 2020
અમિત શાહે લોકોને પૂછ્યુ કે શું તે આગામી ચૂંટણીમાં ભાજપને મત આપશે. વિશાળ ભીડના હુંકારનો જવાબ આપતા શાહે કહ્યુ કે, તમે અમને મત આપજો અને બંગાળને વિકાસના માર્ગે લઈ જશું. અમે બંગાળના બોસ બાબૂ અને ટાગોર બાબૂના સપનાનું બંગાળ બનાવીશું.
આવો રોડ શો જીવનમાં નથી જોયો- શાહ
રોડ શોમાં હાજર રહેલી અપાર ભીડ જોઈને ગદગદ અમિત શાહે કહ્યુ કે, તેમણે ઘણા રોડ શો કર્યા છે અને જોયા છે, પરંતુ આવો રોડ શો જીવનમાં જોયો નથી. અમિત શાહે કહ્યુ કે, આજે સ્પષ્ટ થઈ ગયું કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે. અમિત શાહે કહ્યુ કે, જનતા નક્કી કરી ચુકી છે કે આગામી વખતે ભાજપને સત્તા આપશે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, મમતા દીદી પ્રત્યે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- બંગાળ જીતવા ભાજપે બનાવ્યો આ મેગા પ્લાન, શ્રીરામની સાથે કાલી માતાનો સહારો!
બંગાળમાં પરિવર્તનની તડપઃ શાહ
બીરભૂમમાં રોડ શો વચ્ચે અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ કે, બંગાળમાં પરિવર્તનની તડપ છે. અમિત શાહે બીરભૂમ રોડ શોની તસવીરો શેર કરી છે. તેમણે કહ્યું કે, લોકોની આ ભીડ પરિવર્તનની તડપ દર્શાવે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે