Home> India
Advertisement
Prev
Next

Kanjhawala Part 2: એક્સિડન્ટ બાદ વ્યક્તિને 1 કિમી ઢસડ્યો, વાયરલ થયો દર્દનાક વિડીયો

Viral Video: પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બેંગલુરુના મગડી રોડ નજીક હોસાહલ્લી મેટ્રો સ્ટેશન પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે એક સ્કૂટર ચાલકે રોંગ સાઇડથી આવીને કારને ટક્કર મારી હતી. જ્યારે કારના ચાલકે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો.

Kanjhawala Part 2: એક્સિડન્ટ બાદ વ્યક્તિને 1 કિમી ઢસડ્યો, વાયરલ થયો દર્દનાક વિડીયો

Elderly Man Dragged By Scooty: બેંગલુરુમાં એક વ્યક્તિને ટુ-વ્હીલર દ્વારા રસ્તા પર ઢસેડવાનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રોંગ સાઇડથી આવી રહેલા સ્કૂટર ચાલકે કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો હતો.

fallbacks

આ દરમિયાન જ્યારે કાર ચાલકે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઇક સવાર તેને ખેંચીને લઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટના ક્યારે બની તે સ્પષ્ટ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બેંગલુરુના મગડી રોડ નજીક હોસાહલ્લી મેટ્રો સ્ટેશન પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે એક સ્કૂટર ચાલકે રોંગ સાઇડથી આવીને કારને ટક્કર મારી હતી. જ્યારે કારના ચાલકે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો.

આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...

ત્યારબાદ કાર ચાલકે સ્કૂટર ચાલકને પકડી લીધો, પરંતુ તેણે સ્કૂટરનો પીછો શરૂ કર્યો અને ડ્રાઈવરને રસ્તા પર ખેંચી ગયો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા અન્ય કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને તરત જ સ્કૂટર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
આ દરમિયાન ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે ગોવિંદરાજ નગરની ગાયત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી સ્કુટર ચાલકની ઓળખ થઈ ગઈ છે. આ મામલે ગોવિંદરાજ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આરોપી યુવક મેડિકલ સેલ્સમેન છે. તે કારના ડ્રાઈવર 55 વર્ષીય મુથપ્પાને ઢસેડ્યો હતો.

આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More