Home> India
Advertisement
Prev
Next

Bengaluru: મમતા શર્મસાર... માતાએ તેની 4 વર્ષની માનસિક રીતે અસ્થિર બાળકીને મોતના મુખમાં ધકેલી દીધી

બેંગલુરુમાં એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. મમતાને શર્મસાર કરતી આ ઘટનામાં એક મહિલાએ પોતાની કૂખેથી જેને જન્મ આપ્યો તે ચાર વર્ષની દીકરીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધી. બાળકીનો વાંક એટલો જ હતો કે તે મૂક બધિર અને માનસિક રીતે અસ્થિર હતી. 

Bengaluru: મમતા શર્મસાર... માતાએ તેની 4 વર્ષની માનસિક રીતે અસ્થિર બાળકીને મોતના મુખમાં ધકેલી દીધી

Viral Video: બેંગલુરુમાં એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. મમતાને શર્મસાર કરતી આ ઘટનામાં એક મહિલાએ પોતાની કૂખેથી જેને જન્મ આપ્યો તે ચાર વર્ષની દીકરીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધી. બાળકીનો વાંક એટલો જ હતો કે તે મૂક બધિર અને માનસિક રીતે અસ્થિર હતી, એટલે માતા તેનાથી છૂટકારો મેળવવા માગતી હતી. વ્યવસાયે ડેન્ટિસ્ટ મહિલા પોતાની દિકરીને ઈમારત પરથી નીચે ફેંકતા જરા પણ ન ખચકાઈ. 

fallbacks

આ અત્યંત આઘાતજનક ઘટના 4 ઓગસ્ટના રોજ બેંગલુરુના એસ આર નગરની છે, જેમાં તબીબ જેવી ઉચ્ચ શિક્ષિત મહિલા પોતાના જ બાળકનો જીવ લેતા ન ખચકાઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીને નીચે ફેંક્યા બાદ મહિલા પોતે પણ નીચે કૂદવાનું નાટક કરે છે. જો કે પાડોશીઓ તેને આમ કરતા રોકી લે છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મહિલાની ધરપકડ કરી છે. 

જુઓ આઘાતજનક વીડિયો

એવું પણ કહેવાય છે કે બાળકીની માનસિક રીતે અસ્થિર હાલત જોઈને માતા ડિપ્રેશનમાં જતી રહી હતી અને થોડા સમયથી કોઈ કામ કરતી નહતી. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પણ આ વીડિયો જુએ છે તે માતા પર ફિટકાર વરસાવે છે. એક મૂક બધીર બાળકીને આ રીતે મોતને ઘાટ પહોંચાડવાનો એક માતાનો જીવ કેમ ચાલ્યો? આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More