Home> India
Advertisement
Prev
Next

Bharat Biotech Co-Vaxin: ભારત બાયોટેકનો દાવો, હળવાથી ગંભીર કોરોના સંક્રમણમાં 78% સુધી અસરકારક છે કોવૈક્સીન

Bharat Biotech Co-Vaxin: Bharat Biotech Co-Vaxin: ભારત બાયોટેકે બુધવારે કહ્યું કે, તેમની કોરોના વાયરસની રસી  (Coronavirus vaccine) કોવૈક્સીન ત્રીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ હેઠળ કોવિડ-19 સંક્રમણના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણોવાળા મામલામાં 78 ટકા અસરકારક સાબિત થઈ છે. 

Bharat Biotech Co-Vaxin: ભારત બાયોટેકનો દાવો, હળવાથી ગંભીર કોરોના સંક્રમણમાં 78% સુધી અસરકારક છે કોવૈક્સીન

નવી દિલ્હીઃ Bharat Biotech Co-Vaxin: ભારત બાયોટેકે બુધવારે કહ્યું કે, તેમની કોરોના વાયરસની રસી  (Coronavirus vaccine) કોવૈક્સીન ત્રીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ હેઠળ કોવિડ-19 સંક્રમણના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણોવાળા મામલામાં 78 ટકા અસરકારક સાબિત થઈ છે. રસી બનાવનારી કંપનીએ કહ્યું કે, ત્રીજા તબક્કાના અધ્યનનો બીજો અંતરિમ આંકડો તે જણાવે છે કે કોવૈક્સીન રસી લીધા બાદ સંક્રામક બીમારીને કારણે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત 100 ટકા ઓછી થઈ જાય છે (એટલે કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી)

fallbacks

ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યું કે, હાલમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે 127 કોવિડ સંક્રમણ લક્ષણવાળા કેસ દાખલ થયા. તેમાં હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણવાળા કોવિડ-19 સંક્રમણ પ્રત્યે આ રસી 78 ટકા પ્રભાવી સાબિત થઈ છે. વિના લક્ષણોવાળા કોરોના સંક્રમણના મામલામાં તે 70 ટકા અસરકારક સાબિત થઈ છે. 

આ પણ વાંચોઃ ‘આ લગભગ મારૂ છેલ્લું ગુડ મોર્નિંગ છે...’ ફેસબુક પર પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં કોરોના સામે જંગ હાર્યા ડોક્ટર

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ કહ્યુ, 'સાર્સ-કોવ-2ની વિરુદ્ધ તેના પ્રભાવી હોવાની વાત સ્થાપિત થઈ છે. કોવૈક્સીને માનવ ક્લિનિકલ પરીક્ષણ અને આપાત ઉપયોગ હેઠળ સારી સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. કોવૈક્સીન હવે વૈશ્વિક નવપ્રવર્તક રસી બની ગઈ છે જે ભારતમાં શોધ અને વિકાસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.' કોવૈક્સીનના ત્રીજા તબક્કાના અભ્યાસમાં 25800 વોલેન્ટિયરોને સામેલ કરવામાં આવ્યા હતા, જેની ઉંમર 18થી 98 વર્ષની હતી. બીજો ડોઝ આપ્યાના 14 દિવસ બાદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 

રેમડેસિવિર કોરોનાની રામબાણ દવા નથી, દેશના નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાય

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More