Home> India
Advertisement
Prev
Next

Bharat Jodo Nyay Yatra: 63 દિવસમાં 6600 KM, શું રાહુલ ગાંધીની યાત્રા ચૂંટણીમાં કોઈ ચમત્કાર કરશે?

Lok Sabha Election 2024 News: દેશમાં પૂર્વથી પશ્ચિમ 15 રાજ્યોમાં 110 જિલ્લા અને ઘણી લોકસભા સીટોથી પસાર થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સમાપ્ત થઈ ગઈ છે. 

Bharat Jodo Nyay Yatra: 63 દિવસમાં 6600 KM, શું રાહુલ ગાંધીની યાત્રા ચૂંટણીમાં કોઈ ચમત્કાર કરશે?

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ મણિપુરથી શરૂ કરેલી ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ થઈ છે.. 63 દિવસ સુધી ચાલેલી આ યાત્રા રાહુલ ગાંધીની રાજનીતિ માટે ઘણી મહત્વની છે.. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.. ઈન્ડિયા ગઠબંધનની રાજનીતિ માટે ફરી એકવાર મુંબઈ રાજકીય યુદ્ધનું મેદાન બની.. વિપક્ષના તમામ મોટા ચહેરાઓ એક મંચ પર આવ્યા.. 2024ની લડાઈમાં ઈન્ડિયાની એકતા કેવી છે.. જુઓ આ રિપોર્ટમાં..

fallbacks

14 રાજ્યોમાં પસાર થયલી યાત્રા..
2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા મુંબઈ મુલાકાત પૂર્ણ થઈ.. રાહુલ ગાંધીએ શનિવારે મધ્ય મુંબઈમાં તેમના સ્મારક 'ચૈત્યભૂમિ' ખાતે ડો. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને અને બંધારણની પ્રસ્તાવના વાંચીને તેમની 63 દિવસીય 'ભારત જોડો ન્યાય યાત્રા'નું સમાપન કર્યું હતું.. આ યાત્રા 14મી જાન્યુઆરીએ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ હતી.. આ દરમિયાન પ્રિયંકા વાડ્રા ગાંધી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..

ન્યાય સંકલ્પ પદયાત્રામાં વિપક્ષી ઈન્ડી બ્લોકના કેટલાક સભ્યો પણ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.. ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જો ભારત પ્રેમનો દેશ છે, તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે આ નફરત ભાજપ ફેલાવે છે.

આ પણ વાંચોઃ એલ્વિશ યાદવને મોટો ઝટકો, કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધનના નેતાઓ ફરી એકમંચ પર આવ્યા.. મુંબઈના શિવાજી પાર્ક ખાતે I.N.D.I.A એલાયન્સના નેતાઓ રાહુલ ગાંધીની યાત્રા સમાપનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા... ખાસ કરીને આ વિપક્ષની એકતાની એક તસવીર હતી. મુંબઈમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં અનેક નેતાઓ જોવા મળ્યા હતા. 

લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગની ફોર્મ્યૂલાને લઈને વિપક્ષના ગઠબંધનમાં હજુ કોંકડુ ગુંચવાયેલું છે.. ત્યારે જોવું એ રહ્યું કે, મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની આ એકતા શું લોકસભા ચૂંટણી 2024માં કોઈ નવો ચમત્કાર કરશે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More