Home> India
Advertisement
Prev
Next

સુહાગરાતનાં સપનાં જોતો રહ્યો પતિ પણ દુલ્હન અડધીરાતે પ્રેમી પાસે પહોંચી, જબરદસ્ત છે લવસ્ટોરી

Bihar Wedding News : વરરાજાનો ચહેરો જોઈ નવ પરિણીત દુલ્હન એટલી નારાજ હતી કે તે લગ્નની પહેલી જ રાત્રે તેને છોડીને તેના પ્રેમી પાસે જતી રહી
 

સુહાગરાતનાં સપનાં જોતો રહ્યો પતિ પણ દુલ્હન અડધીરાતે પ્રેમી પાસે પહોંચી, જબરદસ્ત છે લવસ્ટોરી

Bhagalpur News ભાગલપુર સમાચાર : લોકો સુહાગરાત માટે અનેક સપનાં જોતા હોય છે. આ એક એવી પળ છે જેનો દરેક કપલ રાહ જુએ છે. હવે તો આ દિવસને સ્પેશ્યલ બનાવવાનો ટ્રેન્ડ છે. અહીં એક એવો વિચિત્ર કેસ સામે આવ્યો છે કે જેમાં પ્રથમ રાતે જ દુલ્હન નવ પરીણિતાના શણગારમાં પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. જેણે પતિ સાથે સુહાગરાત મનાવવાની સ્પષ્ટ ના પાડી હતી. બિહારના ભાગલપુર જિલ્લામાં નવપરિણીત દુલ્હને પતિનો ચહેરો જોતાની સાથે જ તેની સાથે રહેવાની ના પાડી દીધી. તે રાત્રે લગ્નનો પોશાક પહેરીને ઘરેથી નીકળી હતી અને તેના પ્રેમીના ઘરે પહોંચી હતી. આ ઘટનાથી અજાણ પ્રેમીએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ દુલ્હને પ્રેમીના ઘરની બહાર વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. એ પ્રેમ માટે સુહાગરાતે પતિને ઠુકરાવીને પ્રેમી પાસે પહોંચી હતી પણ તેના અનેક અરમાનો તૂટી ગયા હતા. 

fallbacks

બિહારના ભાગલપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના સપોર ગામમાં પ્રેમ પ્રકરણના કેસમાં વરરાજાનો ચહેરો જોઈ નવ પરિણીત દુલ્હન એટલી નારાજ હતી કે તે લગ્નની પહેલી જ રાત્રે તેને છોડીને તેના પ્રેમી પાસે જતી રહી હતી. કન્યાએ વરને જોયો કે તરત જ તેણે તેની સાથે રહેવાની ના પાડી. આ પછી દુલ્હન તેના લગ્નના પહેરવેશમાં રાત્રે ઘરની બહાર નીકળી ગઈ હતી. પોતાના લગ્નના ડ્રેસમાં બોયફ્રેન્ડના ઘરે પહોંચેલી યુવતીને બોયફ્રેન્ડે સ્વીકારવાની ના પાડી દીધી હતી. હવે આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા! સમાજ વચ્ચે આવતાં કરી નાંખ્યો મોટો કાંડ

બોયફ્રેન્ડના ઇનકારથી ગુસ્સે થયેલી દુલ્હન તેના ઘરની બહાર વિરોધ કરવા લાગી. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી. સમજાવટ બાદ પંચાયતે યુવતીને તેના ઘરે મોકલી હતી. જોકે, આ મામલામાં અફેર સામે આવ્યા બાદ પણ તેના પરિવારના સભ્યોએ જબરદસ્તી તેના બીજા છોકરા સાથે લગ્ન કરાવી દીધા હતા, જે બાદ યુવતીએ આ પગલું ભર્યું હતું.

નવપરિણીત દુલ્હનનો બોયફ્રેન્ડ સગીર
મળતી માહિતી મુજબ, સાસરેથી ભાગી ગયેલી દુલ્હન યુવતી છે, જ્યારે તેનો પ્રેમી સગીર છે. આ મામલો સામે આવ્યા બાદ પંચાયત બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીએ લગ્ન પહેલા જ તેના ઘરે આ વાત જણાવી હતી. પરંતુ યુવતીના પરિવારજનો તેના સગીર પ્રેમી સાથે લગ્ન કરવા રાજી ન હતા. આથી યુવતીએ આ પગલું ભર્યું હતું.

નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે

વરને પહેલા દિવસે જ કહી દીધું પ્રેમ પ્રકરણ
લગ્ન બાદ કન્યા તેના સાસરે પહોંચી અને વરરાજાને તેના બોયફ્રેન્ડ સાથેના અફેર સહિતની સમગ્ર હકીકત જણાવી હતી. લગ્નની પહેલી જ રાત્રે તેણે વરને કહ્યું કે તે તેને પસંદ નથી કરતી અને તે કોઈ બીજાને પ્રેમ કરે છે. આ પછી, દુલ્હનએ લગ્નની રાત મનાવવાની ના પાડી અને તેના લગ્નના પહેરવેશમાં ઘર છોડીને તેના પ્રેમીના ઘરે જતી રહી. જોકે, આ કેસમાં સગીર પ્રેમીએ તેની પ્રેમિકાને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી.

કન્યાએ વરને ગાંડો કહ્યો
દુલ્હનએ જણાવ્યું કે તેના પ્રેમી સાથે તેનું અફેર મોબાઈલ દ્વારા શરૂ થયું હતું. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી અફેરમાં ફેરવાઈ ગઈ. યુવતીએ કહ્યું કે વરરાજાના ઘરેથી પરત ફર્યા બાદ પ્રેમી પણ તેને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે. તેણી કહે છે કે તે વરરાજાનો ચહેરો પણ જોવા માંગતી નથી અને તે પાગલ છે. ગામના વડા શંકર મંડલે જણાવ્યું હતું કે હાલમાં છોકરીના પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને તેના ઘરે મોકલી દેવામાં આવશે.

રૂપાલની પલ્લી જ નહિ, ઉત્તર ગુજરાતની આ પલ્લી જોવા પણ ઉમટી પડે છે લાખો લોકો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More