Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્રમુખ આઝાદ 

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 

લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્રમુખ આઝાદ 

નવી દિલ્હી: ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ઉત્તર પ્રદેશમાં દલિતોને પોતાના પક્ષમાં લાવવા માટે મથામણ કરી રહેલી ભીમ આર્મીએ પીટીઆઈને જણાવ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ જ્યાં પણ મજબુત ઉમેદવારની જરૂર પડશે ત્યાં પોતાના ઉમેદવાર ઉતારશે. બસપા સંસ્થાપક કાશીરામની 85મી જયંતીના અવસરે આયોજિત રેલીને સંબોધિત કરતા ચંદ્રશેખરે દાવો કર્યો કે તે વડાપ્રધાન મોદીને ફરીથી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટાવવા દેશે નહીં. 

fallbacks

તેમણે કહ્યું કે હું બંધારણ અને દલિતોના અધિકારોની રક્ષા માટે વારાણસીથી નરેન્દ્ર મોદીને પડકારીશ. હું સાંસદ કે વિધાનસભ્ય બનવા માંગતો નથી. જો આમ હોત તો હું સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડત. જો કે ભાજપે હજુ સુધી ઔપચારિક જાહેરાત નથી કરી કે મોદી આગામી ચૂંટણી કઈં બેઠક પરથી લડશે. ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે સામાન્ય શ્રેણીના નબળા લોકોને 10 ટકા અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય બંધારણ પર હુમલો છે અને ભાજપનું હિત સાધનારો છે. તેમણે કહ્યું કે સપા બસપા ગઠબંધને કાશીરામના  બહેન સ્વર્ણ કૌરને સંસદ મોકલવા જોઈએ. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

ભીમ આર્મીના ઉપાધ્યક્ષ મંજીત નૌટિયાલે પીટીઆઈને જણાવ્યું કે સ્મૃતિ ઈરાની વિરુદ્ધ તેઓ ઉમેદવાર ઊભો રાખશે. તેઓ તે તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે જ્યાં સપા બસપા ગઠબંધન ભાજપને હરાવવા માટે મજબુત નથી. આઝાદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસનું સમર્થન કરશે તો તોમણએ કહ્યું કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં દલિતો માટે કોઈ લડાઈ લડી નથી. કોંગ્રેસ અને ભાજપ એક જ સિક્કાની બે બાજુ છે. અત્રે જણાવવાનું કે હજુ તો બુધવારે જ મેરઠની એક હોસ્પિટલમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખ સાથે મુલાકાત કરી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More