નવી દિલ્હીઃ અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Temple)નું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થઈ શકે છે. સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે 5 ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. અયોધ્યામાં આજે થનારી રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટની બેઠકમાં તેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
મહત્વનું છે કે અયોધ્યામાં આજે બપોરે 3 કલાકે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાવાની છે. ટ્રસ્ટની બેઠકમાં 15 ટ્રસ્ટીમાંથી 12 અયોધ્યામાં હાજર રહેશે, જ્યારે ત્રણ ટ્રસ્ટી ઓનલાઇન બેઠકમાં સામેલ થશે.
બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી જી મહારાજ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટી યુગપુરૂષ પરમાનંદ ગિરી મહારાજ, ટ્રસ્ટીઓ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, ડો.અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્રદાસ, ભારતના ગૃહ વિભાગના અધિક સચિવ જ્ઞાનેશ કુમાર આઈએએસ, અધિક મુખ્ય સચિવ ઉત્તર પ્રદેશના નિમાયેલા સભ્ય અવનીશ અવસ્થી આઈએએસ અને અયોધ્યાના જિલ્લાધિકારી અનુજા કુમાર ઝા આ બેઠકમાં સામેલ થશે.
વરિષ્ઠ વકીલ કે પારાસરન, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ અને સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થ જી મહારાજ આ બેઠકમાં ઓનલાઇન સામેલ થશે.
આજે યોજાનારી બેઠકનો એજન્ડા
1. આજે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો એજન્ડા રાખવામાં આવશે.
2. સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખતા કાર્યક્રમના આયોજન પર ચર્ચા થશે.
3. મંદિરના સ્વરૂપ અને નિર્માણ કાર્ય શરૂ કરવા સંબંધિત ખાસ પાસાઓ પર ચર્ચા.
4. મંદિરનું સ્વરૂપ (design)ને લઈને પણ આજે ચર્ચા થશે.
5. રામ મંદિર સિવાય અયોધ્યાના વિકાસની રૂપરેખા પર ચર્ચા કરી પીએમઓને પણ માહિતગાર કરાશે.
6. રામ મંદિર માટે અત્યાર સુધી મળેલા દાન, તેના માટે બેન્ક એકાઉન્ટ, અને મળનારા દાનને લઈને પારદર્શી વ્યવસ્થા બનાવવા પર પણ ચર્ચા થશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે