Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી જીતવા ભાજપનો પ્લાન, આ વ્યક્તિને મળી UP BJPની કમાન

Uttar Pradesh BJP President': ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ભાજપે રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. 

લોકસભા ચૂંટણી જીતવા ભાજપનો પ્લાન, આ વ્યક્તિને મળી UP BJPની કમાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો ખતમ થઈ ગઈ છે. ભાજપે રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપના મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જારી એક પત્રમાં ગુરૂવારે નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ યુપીની કમાન ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને આપી છે. 

fallbacks

ઉત્તર પ્રદેશમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, શ્રીકાંત શર્મા, બસ્તીથી સાંસદ હરિશ દ્વિવેદી, કન્નોજથી સાંસદ સુબ્રત પાઠક અને કેન્દ્રીય મંત્રી બીએલ વર્માનું નામ મુખ્ય રીતે ચાલી રહ્યું હતું. પરંતુ તમામ અટકળો વચ્ચે આખરે ભાજપે અહીં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે. 

સ્વતંત્ર દેવ સિંહની લેશે જગ્યા
યુપીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરી વર્તમાન યોગી સરકારમાં મંત્રી સ્વતંત્ર દેવ સિંહની જગ્યા લેશે. 16 જુલાઈએ સ્વતંત્ર દેવ સિંહે પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. ત્યારબાદ ચર્ચા ચાલી કે સ્વતંત્ર દેવ સિંહે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નહીં. 

આ પણ વાંચોઃ Delhi Politics: AAP MLA ની બેઠકમાં 8 ધારાસભ્યો ન પહોંચ્યા, સામે આવ્યું મોટું કારણ

આમ પણ ભાજપમાં એક વ્યક્તિ એક પદની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. તેવામાં જોવામાં આવે તો સ્વતંત્ર દેવ સિંહ પ્રદેશ અધ્યક્ષની સાથે પ્રદેશ સરકારમાં મંત્રી પણ હતા. તેમણે આ પહેલા વિધાન પરિષદમાં પાર્ટીના નેતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. સ્વતંત્ર દેવ સિંહના પ્રદેશ અધ્યક્ષ રહેતા ભાજપે એક લોકસભા અને એક વિધાનસભા ચૂંટણી જીતી છે. હવે નવા પ્રદેશ અધ્યક્ષ પર લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સફળતા અપાવવાની જવાબદારી હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More