નવી દિલ્હીઃ કિસાન આંદોલનને લઈને બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટના ચાર સભ્યોની કમિટીમાંથી ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અભ્યસ ભુપિન્દર સિંહ માને ખુદને અલગ કરી લીધા છે.
હકીકતમાં ભુપિન્દર સિંહ માનના નામ પર શરૂઆતથી વિવાદ થઈ રહ્યો હતો. આંદોલન કરી રહેલા કિસાનોનું કહેવું હતું કે ભુપિન્દર સિંહ માન પહેલા જ ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કરી ચુક્યા છે.
'કોઈપણ પદની બલી આપી શકુ છું'
ભુપિન્દર સિંહ માને સમિટીમાં સામેલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આભાવ વ્યક્ત કર્યો. તેમણે આગળ લખ્યું કે, એક કિસાન અને સંગઠનનો નેતા હોવાને નાતે હું કિસાનોનું ભાવના જાણુ છું. હું મારા કિસાન અને પંજાબ પ્રત્યે વફાદાર છું. તેના હિતોમાં કોઈ સમજુતી ન કરી શકું. હું ચે માટે કોઈપણ મોટા પદ કે સન્માનની બલી ચઢાવી શકુ છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારી ન નિભાવી શકુ. હું ખુદને કમિટીમાંથી અલગ કરુ છું.
S. Bhupinder Singh Mann Ex MP and National President of BKU and Chairman of All India Kisan Coordination Committee has recused himself from the 4 member committee constituted by Hon'ble Supreme Court pic.twitter.com/pHZhKXcVdT
— Bhartiya Kisan Union (@BKU_KisanUnion) January 14, 2021
જાણો કોણ છે ભુપિન્દર સિંહ માન
સુપ્રીમ કોર્ટે કિસાન અને સરકાર વચ્ચે વિવાદ ખતર કરી સમાધાન કાઢવા માટે ચાર સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીમાં ઓલ ઈન્ડિયા કિસાન કોર્ડિનેશન સમિતીના પ્રમુખઅને પૂર્વ રાજ્યસભા સાંસદ ભુપિન્દર સિંહ માનને સામેલ કરવામાં આવ્યા હતા. તેમના સંગઠન હેઠળ ઘણા સંગઠનો આવે છે, તેવામાં કિસાનો પર તેમનો પ્રભાવ પણ સારો છે.
આ પણ વાંચોઃ 31 જાન્યુઆરીથી શરૂ થશે પોલિયો રસીકરણ અભિયાન, રાષ્ટ્રપતિ કરાવશે શુભારંભ
ભુપિન્દર સિંહ માનનો કૃષિ કાયદા પર મત
ઓલ ઈન્ડિયા કિસાન કોર્ડિનેશન કમિટીના પ્રમુખ ભુપિન્દર સિંહ માને ડિસેમ્બર મબિનામાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી નવા કાયદાનું સમર્થન કર્યુ હતું. પરંતુ કેટલાક સંશોધનોની માંગ જરૂર કરી હતી, જેમાં એમએસપી પર લેખિટ ગેરંટીનું કહેવામાં આવ્યું હતું. ભુપિન્દર સિંહ માનનો આંદોલન કરી રહેલા કિસાનો વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે