Home> India
Advertisement
Prev
Next

Bhutan Tourist Place: ભૂતાન ફરવા જતા પ્રવાસીઓને લાગશે મોટો ઝટકો, પહોંચતા જ સરકાર લઇ લેશે આટલાં રૂપિયા

Bhutan Tourist Place: લાંબા સમયથી પ્રવાસીઓ જે વાતની રાહ જોઈ રહ્યા હતા તે ખુશખબરી આખરે આવી ગઈ છે. પ્રવાસીઓ હવે ટૂંક સમયમાં ભૂતાનના પ્રવાસે જઈ  શકશે. ભૂતાનની બોર્ડર 23 ડિસેમ્બરથી દુનિયાભરના પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

Bhutan Tourist Place: ભૂતાન ફરવા જતા પ્રવાસીઓને લાગશે મોટો ઝટકો, પહોંચતા જ સરકાર લઇ લેશે આટલાં રૂપિયા

નવી દિલ્લી: લાંબા સમયથી પ્રવાસીઓ જે વાતની રાહ જોઈ રહ્યા હતા તે ખુશખબરી આખરે આવી ગઈ છે. પ્રવાસીઓ હવે ટૂંક સમયમાં ભૂતાનના પ્રવાસે જઈ  શકશે. ભૂતાનની બોર્ડર 23 ડિસેમ્બરથી દુનિયાભરના પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. તેના માટે ભૂતાન સરકારે પોતાની ટુરિઝમ પોલિસીમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય દેશના પ્રવાસના ક્ષેત્રમાં સુધારો કરવાનો છે.

fallbacks

પર્યાવરણ પ્રત્યે બહુ સચેત છે ભૂતાન
ભૂતાન પહેલાંથી જ પર્યાવરણ પ્રત્યે બહુ જાગૃત છે. ભૂતાનની નવી ટૂરિઝમ પોલિસીમાં બુનિયાદી માળખું, સેવાઓ, પ્રવાસીઓના અનુભવો અને પર્યાવરણીય પર વધારે ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ભૂતાને વિદેશી પ્રવાસીઓ પાસેથી લેવામાં આવતી ફીમાં પણ વધારો કરી દીધો છે. ભૂતાનના વિદેશ મંત્રી અને પ્રવાસન પરિષદના અધ્યક્ષ ડોક્ટર ટાંડી દોરજીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે આ બધા પગલાંનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને બહુ સારો અનુભવ આપવો અને અમારા નાગરિકોને સારી નોકરીઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

નાના બિઝનેસ માટે આવી રીતે કરાવો GST રજિસ્ટ્રેશન, આટલા ડોક્યૂમેન્ટની પડશે જરૂર

હોસ્પિટાલિટીના માપદંડમાં ફેરફાર કરાયો
હવે હોટલ્સ, ગાઈડ્સ, ટૂર ઓપરેટર્સ અને ડ્રાઈવર્સ સહિત અનેક સર્વિસ પ્રોવાઈડર્સના માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જળવાયુ પરિવર્તનના વધતાં ખતરાની વચ્ચે ભૂતાન તેનો સામનો કરવા માટે પોતાના પ્રયાસોને તેજ કરશે. નવી પોલિસીમાં દેશને કાર્બન-નેગેટિવ અને પ્રવાસીઓ માટે લીલુંછમ ડેસ્ટિનેશન જાળવી રાખવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવશે.

રોહિત શર્મા છેલ્લી ટેસ્ટમાંથી બહાર, વિરાટ નહીં પણ આ ખેલાડી બન્યો નવો કેપ્ટન

ફીમાં વધારો થશે
પોતાના પ્રયાસો પર કામ કરવા માટે ભૂતાન સરકારે ટૂરિસ્ટ ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સતત વિકાસ ટેક્સને એક રાતના સ્ટે માટે પ્રતિ વ્યક્તિ 65 ડોલર એટલે લગભગ 5100 રૂપિયાથી વધીને 200 ડોલર એટલે કે 15,790 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ભૂતાનના પ્રવાસનને કાર્બન ન્યૂટ્રલ બનાવવા અને ટૂરિઝમ સેક્ટરને વધારે મજબૂત બનાવવામાં કરવામાં આવશે.

ડોલર સામે રૂપિયામાં સૌથી મોટો ઘટાડો, વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મોંઘું થશે ભણતર

ભારતીયોને કેટલી છૂટ મળશે
તેની વચ્ચે ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. જોકે તેના માટે કોઈ ફીમાં વધારો કર્યો નથી. અને તે પહેલાની જેમ જ નક્કી જ ફી ચૂકવશે. ભૂતાનની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય સહિત સ્થાનિક પ્રવાસીઓ માટે વર્ષ 2022માં 1200 રૂપિયા પ્રતિદિન ફી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હજુ તેને લાગુ કરવામાં આવી નથી. સરકારે કહ્યું છે કે આવનારા સમયમાં તેમાં કેટલાંક સંશોધન કરવામાં આવી શકે છે. તો ન્યૂનતમ દૈનિક પેકેજ દરને પણ હટાવી દેવામાં આવશે. આ એક પ્રકારનો પેકેજ રેટ છે જે ભૂતાન આવનારા પ્રવાસીઓને ન્યૂનતમ રકમ તરીકે આપવાના હોય છે. MDPR અંતર્ગત પ્રવાસીઓનો અનુભવ સીમિત સ્તર સુધી રહી જતો હતો. કેમ કે તેમના ટૂર ઓપરેટર્સ માટે આપવામાં આવેલ પેકેજને જ પસંદ કરવું પડતું હતું.

શાહરૂખ સાથે કામ કરવા બેતાબ છે આ પોર્ન સ્ટાર, જાણો કેવી રીતે બની એડલ્ટ સ્ટાર?

નવી પોલિસીમાં શું છે
નવી પોલિસીમાં આ અધિકાર પ્રવાસીઓને આપવામાં આવ્યો છે. ટૂરિસ્ટ હવે સર્વિસ પ્રોવાઈડર્સ સાથે સીધો સંપર્ક કરી શકશે અને લેવામાં આવેલી સેવા પ્રમાણે જ ચૂકવણી કરવાની રહેશે. આ ફેરફાર 20 જૂનથી લાગુ થઈ ચૂક્યો છે. પ્રવાસન ક્ષેત્રમાં આ સુધારાથી ભૂતાનને ઘણી આશા છે. આ ફેરફારની અસર દેશના દરેક ક્ષેત્ર પર પડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે અહીંયાના લોકોને વધારે કુશળ અને સક્ષમ બનાવી શકાય. જેથી તે પોતાના જ્ઞાન અને અનુભવથી દેશને આગળ વધારવામાં મદદ કરી શકે અને તેમને દેશની અંદર રોજગાર પણ મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More