નવી દિલ્હીઃ ચૂંટણી પંચ (Election Commission)એ રાજ્યસભાની (Rajya Sabha elections) 18 સીટો માટે ચૂંટણીની જાહેરાત (Election announcement) કરી દીધી છે. રાજ્યસભાની 18 સીટો પર 19 જૂને મતદાન થશે. મહત્વનું છે કે કોરોના સંકટને કારણે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને રદ્દ કરી દેવામાં આવી હતી.
ચૂંટણી પંચે કોરોનાને કારણે ઊભી થયેલી સ્થિતિને જોતા આ નિર્ણય લીધો હતો. વિભિન્ન રાજકીય પાર્ટીઓ તરફથી પણ આયોગને આ સૂચન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની 55 સીટો માટે પ્રક્રિયા શરૂ થઈ હતી. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 માર્ચ હતી. 37 સીટો માટે માત્ર એક નામ આવવાને કારણે નામ વાપસીના દિવસે અર્થાત 18 માર્ચે 37 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બાકી 18 સીટો માટે ચૂંટણી 26 માર્ચે થવાની હતી, જેને ટાળી દેવામાં આવી હતી.
આ રાજ્યોની સીટો પર થશે ચૂંટણી
જે 18 રાજ્યસભા સીટો પર ચૂંટણી થવાની છે તેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ચાર-ચાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ત્રણ-ત્રણ, ઝારખંડમાં બે અને મણિપુર અને મેઘાલયમાં એક-એક સીટ સામેલ છે.
રાજ્યસભા ચેરમેને કરી હતી ચર્ચા
હાલમાં રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડૂએ અલગ-અલગ મંત્રાલયો સાથે જોડાયેલી સંસદીય સમિટિની બેઠકને લઈને ચર્ચા અને આગળની રણનીતિ પર વાત કરી હતી. વેંકૈયા નાયડૂએ બેઠકને લઈને સંસદના અધિકારીઓ સાથે ચર્ચા કરી, જેમાં નિયમો પર પણ ચર્ચા થઈ જે આ બેઠકો દરમિયાન લાગૂ થશે. તો ચૂંટણીને લઈને પણ ચેરમેને ચૂંટણી પંચ સાથે વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે