નવી દિલ્હીઃ ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે UP ના 3 જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને 2 SP ને હટાવ્યા છે.
આ શહેરોમાં થયા ફેરફાર
ઉલ્લેખનીય છે કે, ફિરોઝાબાદ, કાનપુર અને બરેલીના ડીએમ બદલવામાં આવ્યા છે. આ સાથે કૌશામ્બી અને ફિરોઝાબાદના SP ની પણ બદલી કરવામાં આવી છે.
હવે આ લોકો સંભાળશે ચાર્જ
સૂર્યપાલ ગંગવાર ફિરોઝાબાદના નવા ડીએમ હશે, જ્યારે શિવપાલ દ્વિવેદી બરેલીના નવા ડીએમ તરીકે કાર્યભાર સંભાળશે. આ સિવાય નેહા શર્મા કાનપુર નગરની નવી ડીએમ હશે.
ચૂંટણી રાજ્યોમાં રેલી અને રોડ શો પર પ્રતિબંધ યથાવત રહશે. EC એ લીધો પાબંધી વધારવાનો નિર્ણય
આ 2 એસપીને મળ્યો નવો ચાર્જ
હેમરાજ મીણા કૌશામ્બીના નવા એસપી હશે, જ્યારે આશિષ તિવારી એસપી ફિરોઝાબાદનો હવાલો સંભાળશે.
એસપીએ પ્રશ્નો ઉઠાવ્યા
તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ ઘણા અધિકારીઓની ઈમાનદારી પર સવાલ ઉઠાવી રહી છે. આવી સ્થિતિમાં આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે