Plane Crash: મોસ્કો જઈ રહેલું ભારતીય વિમાન ક્રેશ, અફઘાન મીડિયાના હવાલાથી મોટી ખબર સામે આવી છે. ભારતથી રશિયા જઈ રહ્યું હતું વિમાન. અફઘાનીસ્તાનમાં યાત્રી વિમાન ક્રેશ. ઈન્ડિયન પ્લેન ક્રેશ થયાની ખબર સામે આવી છે. બદખાશા પ્રાંતમાં વાખાનમાં આ વિમાન ક્રેશ થયું હોવાની ખબર સામે આવી છે.
શનિવાર રાતથી તૂટ્યો હતો વિમાન સાથેનો સંપર્ક. આ એક પેસેન્જર વિમાન હતું.
અફઘાનીસ્થાનના બદખશાંમાં આ દુર્ઘટના ઘટી છે. અફઘાનીસ્તાનનો બદખશાં એક તાલિબાની વિસ્તાર છે. અત્યાર સુધી માત્ર એટલી જ જાણકારી મળી શકી છેકે, અફઘાનીસ્તાનમાં એક ભારતીય વિમાન ક્રેશ થયું છે. શનિવારે રાતથી આ ભારતીય વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હજુ સુધી આ સમાચારો અંગે આટલી જ જાણકારી પ્રાપ્ત થઈ શકી છે. હજુ સતત આ ખબર પર નવી અપલેટ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. બદખશાં પોલીસ કમાંડે જણાવ્યું છેકે, યાત્રી વિમાન ગઈકાલે રાતથી રડારથી ગાયબ થઈ ગયું હતું. ઉક્ત પ્રાંતના જિબક જિલ્લામાં આર્ટિલરી ક્ષેત્રના ઉંચા પહાડોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું પ્લેન. પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. મૃતકોની સંખ્યા અંગે પણ કોઈ જાણકારી સામે આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે