Home> India
Advertisement
Prev
Next

પ્રયાસરાજ હિંસા: મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યું, પોલીસ કાફલો હાજર

પ્રયાગરાજમાં હિંસાના મામલે યોગી સરકારની કડક કાર્યવાહી જોવા મળી છે. કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ગોઠવી દેવામાં આવી છે.

પ્રયાસરાજ હિંસા: મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યું, પોલીસ કાફલો હાજર

Bulldozer Action On Javed Pump: પ્રયાગરાજમાં હિંસાના મામલે યોગી સરકારની કડક કાર્યવાહી જોવા મળી છે. કેસના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે બુલડોઝર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. જાવેદ પંપનો આલિશાન બંગલો છે અને થોડા સમયમાં આ બંગલાને બુલડોઝરથી દ્વસ્ત કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસની ગંભીરતાને સમજતાં મોટી સંખ્યામાં પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ પહેલાં જાવેદના ઘરે નોટીસ ચોંટાડવામાં આવી હતી અને આજે 11 વાગે બુલડોઝર કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. 

fallbacks

પીડીએ જાવેદ પંપના ઘરે નોટીસ ચોંટાડી તેને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ જાવેદના ઘરને છાવણીમાં ફેરવી દીધું છે. બુલડોઝર પણ પહોંચી ગયું છે. બુલડોઝરે જાવેદના ઘરને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. બુલડોઝરે જાવેદના ઘરનો પહેલો દરવાજો તોડી દીધો છે. બુલડોઝરથી જાવેદના ઘરની બાઉન્ડ્રી વોલ પણ તોડી પાડી છે. એસપી સિટીના લોકોને ઘટના સ્થળ પર જમા લોકોને દૂર કરવાની સતત અપીલ કરી રહ્યા છે. જાવેદ અહેમદનું ઘર અંદરથી બંધ છે. 

પોલીસકર્મી જાવેદ પંપના ઘરની અંદર દાખલ થઇ ગયા છે. ઘરની અંદરથી પોલીસકર્મી સામાન બહાર નિકાળી રહ્યા છે. પોલીસકર્મીઓએ મકાનના પહેલા માળે પહોંચી ખુરશીઓ અને અન્ય સામાન્યને પણ નીચે ફેંકી દીધો. જાવેદ પંપના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. સવારથી જ ઘરનું કોઇ સભ્ય બહાર નિકળ્યું નથી. 

પોલીસ અધિકારીઓએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે જો દરવાજો નહી ખુલે તો તેને તોડીને અંદરથી લોકો નિકાળવામાં આવશે. ઘટનાસ્થળ પર મહિલા પોલીસકર્મીઓને પણ ગોઠવવામાં આવી છે. જેથી જો મહિલાઓ વિરોધ કરે તો તેમને કાબૂમાં કરી શકાય. પોલીસ તંત્રના અધિકારી ઘરની અંદર હાજર સભ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More