Home> India
Advertisement
Prev
Next

Big News: હવે વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ 2 ભાષા ભણવાની રહેશે

Board Exam: બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. શિક્ષણ મંત્રાલય તરફથી આ અંગે જે માહિતી આપવામાં આવી છે તે ખાસ જાણો. 

Big News: હવે વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ 2 ભાષા ભણવાની રહેશે

Board Exam Latest News: બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ હે બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં ધોરણ 11 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓએ બે ભાષાનો અભ્યાસ કરવો પડશે. બુધવારે શિક્ષણ મંત્રાલયે શાળાઓ માટે નવો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જાહેર કર્યો છે. જે મુજબ 2024 સત્રથી બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને આ બંને પરીક્ષામાંથી જે સર્વશ્રેષ્ઠ માર્ક્સ હોય તે પસંદ કરવાની મંજૂરી હશે. શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમના માળખા હેઠળ બોર્ડ પરીક્ષાઓ મહિનાઓના કોચિંગ અને ગોખણપટ્ટીની ક્ષમતાની સરખામણીએ વિદ્યાર્થીઓની સમજ અને દક્ષતાના સ્તરનું મૂલ્યાંકન કરશે. 

fallbacks

વિષય પસંદગી
શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમના માળખા હેઠળ ધોરણ 11 અને ધોરણ 12માં વિષયોની પસંદગી 'સ્ટ્રીમ' સુધી મર્યાદિત નહીં રહે. તેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને મનગમતા વિષય પસંદ કરવાની પૂરી આઝાદી રહેશે. નવા પાઠ્યક્રમના માળખા મુજબ શાળા બોર્ડ યોગ્ય સમયમાં 'માંગણી મુજબ' પરીક્ષાની રજૂઆત કરવાની ક્ષમતા વિક્સિત કરશે. 

બે ભાષાઓનો અભ્યાસ
નવી શિક્ષણ નીતિ(એનઈપી) મુજબ નવા પાઠ્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવાઈ છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમની રૂપરેખા હેઠળ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ બે ભાષામાં અભ્યાસ કરવાનો રહેશે. તેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જરૂરી છે. 

પાઠ્ય પુસ્તકો સસ્તા થશે
શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમ માળખા હેઠળ કક્ષાઓમાં પાઠ્ય પુસ્તકોને કવર કરવાની હાલની પ્રથાથી બચી શકાશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે પાઠ્ય પુસ્તકોની કિંમતોમાં ઘટાડો લાવવામાં આવશે. 

(અહેવાલ-સાભાર ભાષા)

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More