Home> India
Advertisement
Prev
Next

West Bengal Politics: બંગાળમાં TMC ના થયા BJP ના 'અર્જુન', જાણો કઇ વાતથી હતા નારાજ

પશ્વિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણી બાદથી ભાજપ માટે કંઇપણ સારું થઇ રહ્યું  ન હતું. ભાજપના ઘણા નેતા પાર્ટીનો સાથ છોડીને ટીએમસીના થઇ ચૂક્યા છે. આ કડીમાં આજે રવિવારે વધુ એક મોટા નેતાનું નામ સામેલ થઇ ગયું છે. રાજ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસી સાથે જોડાયા છે. 

West Bengal Politics: બંગાળમાં TMC ના થયા BJP ના 'અર્જુન', જાણો કઇ વાતથી હતા નારાજ

Arjun Singh Joins TMC: પશ્વિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણી બાદથી ભાજપ માટે કંઇપણ સારું થઇ રહ્યું  ન હતું. ભાજપના ઘણા નેતા પાર્ટીનો સાથ છોડીને ટીએમસીના થઇ ચૂક્યા છે. આ કડીમાં આજે રવિવારે વધુ એક મોટા નેતાનું નામ સામેલ થઇ ગયું છે. રાજ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસી સાથે જોડાયા છે. 

fallbacks

અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા

તમને જણાવી દઇએ આ પહેલાં અર્જુન સિંહે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે સંગઠનમાં એક વરિષ્ઠ પદ પર રહેવા છતાં તેમને પ્રદેશ નેતૃત્વ યોગ્ય રીતે કામ કરવાની પરવાનગી આપી રહ્યું નથી. 

ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર પશ્વિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે સંગઠનમાં એક વરિષ્ઠ પદ પર રહેવા છતાં તેમણે યોગ્ય રીતે કામ ન કરવા દેવાની પરવાનગી ન આપવાની વાત કહી છે. તેમણે રાજ્યમાં ભાજપના નેતૃત્વને લઇને સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોએ કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જોડાવવાની સંભાવના છે. 

અર્જુન સિંહની ટીપ્પણી શુક્રવારે કેન્દ્ર સરકાર દ્રારા જથ્થાબંધ ભાવને 6,500 રૂપિયા ક્વિંટલ પર સીમિત કરવાના નોટિફિકેશનને પરત લેવાની જાહેરાત બાદ આવી છે. તેને લઇને લઇને અર્જુન સિંહ અને અન્ય ઉદ્યોગ હિતધારક ગત કેટલાક દિવસોથી માંગ કરી રહ્યા હતા. 

જેપી નડ્ડા​ સાથે મુલાકાત
અર્જુન સિંહે કહ્યું કે હું તાજેતરમાં જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને તેમણે રાજ્ય એકમ સ્થિતિ વિશે જણાવ્યું. સમર્પિત કાર્યકર્તાઓને તેમની યોગ્ય માન્યતા આપવામાં આવતી નથી. રાજ્ય ઉપાધ્યક્ષ હોવાછતાં મને યોગ્ય રીતે કામ કરવાની અનુમતિ નથી. તમને જણાવી દઇએ કે અર્જુન સિંહ 2019 માં ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા. 

અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરશે 
સૂત્રોએ જણાવ્યું કે અર્જુન સિંહે તામેતરમાં જૂટ મિલનો મુદ્દો ઉઠાવતાં ભાજપની રાજ્ય એકમમાં જુથગ્રામને લઇને ભાજપના ટોચના અધિકારીઓને મળવા માટે દિલ્હી યાત્રા કરી હતી. અર્જુન સિંહે મોટાપાયે વિરોધ શરૂ કરવાની ચેતાવણી આપી હતી. સૂત્રોની માનીએ તો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની વાતચીત કરવા માટે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ મહાસચિવ અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More