2025માં કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર કંપનીઓ (PSUs) ના કર્મચારીઓ સંબંધિત રિટાયરમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તમે કે તમારા પરિવારના કોઈ સભ્ય PSUના કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે. સરકારના નવા નિર્ણય મુજબ જો કોઈ પીએસયુ કર્મચારીને નોકરી દરમિયાન ખોટા કામ માટે બરતરફ કે હટાવવામાં આવે તો તેને રિટાયરમેન્ટ બેનિફિટ મળશે નહીં. બરતરફી કે નોકરીમાંથી હટાવવાના નિર્ણયની સંબંધિત પ્રશાસનિક મંત્રાલય તરફથી સમીક્ષા પણ કરવામાં આવશે. આ ફેરફાર PSU કર્મચારીઓની જવાબદારી વધારવા અને ખોટા કામો થતા રોકવા માટે લેવાયો છે.
નવા નિયમમાં શું થયો ફેરફાર
22મી મેના રોજ નોટિફાય કરાયેલા સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) સંશોધન નિયમ 2025 હેઠળ જો કોઈ કર્મચારી PSUમાં સામેલ થયા બાદ ખોટો વ્યવહાર કરે અને તેને તે કારણે બરતરફ કરવામં આવે તો તેણે સરકારી સેવા દરમિયાન મળનારા રિટાયરમેન્ટ સંલગ્ન ફાયદા ગુમાવવાનો વારો આવશે. પહેલા આ પ્રકારના મામલાઓમાં રિટાયરમેન્ટ બેનિફિટ ખતમ કરવાનો કોઈ નિયમ નહતો. નવા નિયમ હેઠળ એ પણ કહેવાયું છે કે બરતરફી કે નોકરીમાંથી હટાવવા કે છટણીનો નિર્ણય PSU સંલગ્ન એડમિનિસ્ટ્રેટિવ મિનિસ્ટ્રી તરફથી જ ફાઈનલ કરાશે.
પેન્શન અને ફેમિલી પેન્શન પર પડશે અસર
આ નિયમો હેઠળ એવી જોગવાઈ પણ કરાઈ છે કે બરતરફી કે છટણી કરાયેલા કર્મચારીઓને 'ભવિષ્યમાં સારા આચરણ'ના આધાર પર પેન્શન કે ફેમિલી પેન્શન આપી શકાય છે. આ ઉપરાંત કમ્પોસિનેટ અલાઉન્સ જેવા નિયમ પણ લાગૂ થશે. તેનો અર્થ એ થયો કે કેટલાક મામલાઓમાં કર્મચારીઓને રાહત મળી શકે છે પરંતુ તે સરકારના નિર્ણય પર જ નિર્ભર રહેશે.
કયા કર્મચારીઓ પર લાગૂ થશે
સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ (પેન્શન) નિયમ, 2021 સંલગ્ન નિયમ એવા સરકારી કર્મચારીઓ પર લાગૂ થશે જેમની નિયુક્તિ 31 ડિસેમ્બર 2003 પહેલા થઈ છે. જો કે આ નિયમ રેલવે કર્મચારીઓ, અસ્થાયી કે દૈનિક પગાર કર્મચારીઓ અને ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFoS)ના અધિકારીઓ પર લાગૂ થશે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે