Home> India
Advertisement
Prev
Next

ક્યારે થશે બૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી? રેસલરોના મામલે દિલ્હી પોલીસે આપી માહિતી

રેસલરોના વિરોધ પ્રદર્શનને લઈને બૃજભૂષણ શરણ સિંહના નિવેદન બાદ દિલ્હી પોવીસે એક મોટી માહિતી આપી છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. તેની સમય મર્યાદા શું હશે તે કહી શકાય નહીં. 

ક્યારે થશે બૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી? રેસલરોના મામલે દિલ્હી પોલીસે આપી માહિતી

નવી દિલ્હીઃ કુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વચ્ચે ચાલી રહેલો જંગ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આ મામલામાં બૃજભૂષણ શરણ સિંહે ત્યાં સુધી કહી દીધું કે પોતાનો મેડલ ગંગામાં વહાવવાથી મને ફાંસી મળી જશે નહીં. દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ WFI ના પૂર્વ પ્રમુખ બૃજશરણ સિંહ વિરુદ્ધ મહિલા રેસલરોના મામલામાં મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ થઈ રહી છે. તપાસની સમય મર્યાદા અને પૂરાવા શું છે, તેના પર કોઈ ટિપ્પણી ન કરી શકુ. 

fallbacks

ANI ને દિલ્હી પોવીસના ટોપ સોર્સે જણાવ્યું કે અત્યાર સુધી અમને બૃજભૂષણ સિંહની ધરપકડ કરવા માટે પર્યાપ્ત પૂરાવા મળ્યા નથી. 15 દિવસની અંદર અમે કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરીશું. આ ચાર્જશીટ કે અંતિમ રિપોર્ટ હોઈ શકે છે. રેસલરોના દાવા સાબિત કરવા માટે કોઈ પૂરાવા મળ્યા નથી. 

મમતાએ કહ્યું- અમે કુસ્તીબાજોની સાથે છીએ
બીજી તરફ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હજારા મોરથી રવીન્દ્ર સદન સુધી રેલી કાઢી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, "અમારી એક ટીમ કુસ્તીબાજોને મળવા જશે અને તેમને સમર્થન કરશે. અમે તમારી સાથે છીએ, તેથી જ અમે આજે આ રેલી કાઢી છે. આવતીકાલે પણ ચાલુ રાખવામાં આવશે. કુસ્તીબાજો દેશ માટે ગૌરવ છે.  અમે તમારી લડાઈમાં તમારી સાથે છીએ."

આ પણ વાંચોઃ રેસલરોના પ્રદર્શન પર ખેલમંત્રી ઠાકુર બોલ્યા, 'એવા પગલા ન ભરવા જોઈએ જેનાથી......'

નોંધનીય છે કે રેસલરોએ બૃજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેને લઈને તે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન પર બેઠા હતા. મંગળવારે રેસલરો પોતાનો મેડલ ગંગામાં  વહાવવા નિકળ્યા હતા પરંતુ કિશાન નેતા નરેશ ટિકૈતની વિનંતી બાદ તેમણે મેડલ તેમને સોંપી દીધા અને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. રેસલરોએ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More