Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહિલા સરકારી કર્મચારીઓ ખાસ જાણે, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મહિલા સરકારી કર્મચારીઓને અપાતી મેટરનિટી લીવ અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને ફગાવીને આ નિર્ણય આપ્યો છે. જાણો શું કહ્યું. 

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહિલા સરકારી કર્મચારીઓ ખાસ જાણે, જાણો શું કહ્યું?

Govt Employee Maternity Leave For 3rd Child: બાળકના જન્મ સમયે મેટરનિટી લીવ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેની ચારે બાજુ ચર્ચા છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં મહિલાના ત્રીજા બાળકના જન્મ પર રજા ન આપવા મુદ્દે કહ્યું કે મેટરનિટી લીવ માતૃત્વ લાભનું અભિન્ન અંગ છે. પ્રજનન અધિકારોને હવે સ્વાસ્થ્ય, ગોપનીયતા, સમાનતા, અને ભેદભાવ વગર તથા સન્માનના અધિકારની જેમ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનો ભાગ ગણવમાં આવ્યો છે. 

fallbacks

સરકારી સ્કૂલના શિક્ષિકાને મેટરનિટી લીવની ના પાડી હતી
તમિલનાડુના એક સરકારી શાળાની શિક્ષિકાને મેટરનિટી લીવ આપવાની ના પાડનારા મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક મહિલા પોતાના ત્રીજા બાળક માટે પણ મેટરનિટી મેળવવાની હકદાર છે.

ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ માટે રાજ્યના પ્રશંસનીય ઉદ્દેશ્ય, જે બે બાળકો સુધી માતૃત્વ રજાઓને પ્રતિબંધિત કરે છે, તેને માતૃત્વ લાભ અધિનિયમ હેઠળ લાભકારી કાયદા સાથે સામંજસ્યપૂર્ણ રીતે વંચાવવો જોઈએ. 

આ કેસ અલગ હતો
બેન્ચ માટે ચુકાદો લખથા ન્યાયમૂર્તિ ભુયાને કેસના અજીબોગરીબ તથ્યો પર ધ્યાન આપ્યું, જેમાં અરજીકર્તાએ 2006માં પોતાના પહેલા પતિ સાથે લગ્ન કર્યા હતા અને વિવાહથી તેને બે બાળકો હતા. બીજા બાળકના જન્મ બાદ તે ડિસેમ્બર 2012માં એક સરકારી શાળામાં સેવામાં સામેલ થઈ. 2017માં લગ્ન તૂટી ગયા અને બંને બાળકો તેના પૂર્વ પતિ પાસે છે. સપ્ટેમ્બર 2018માં તેણે ફરીથી લગ્ન કર્યા અને વિવાહથી તેને એક બાળક થયું અને તેણે મેટરનિટી લીવ માટે અરજી કરી. 

સરકારે 28 ઓગસ્ટ 2021ના રોજ તમિલનાડુના રાજ્ય સરકારના કર્મચારીઓ પર લાગૂ મૌલિક નિયમ 101 (એ)નો હવાલો આપતા તેની ભલામણ ફગાવી દીધી. જેમાં જોગવાઈ છે કે મેટરનિટી લીવ એવી રાજ્ય સરકારની મહિલા કર્મચારીઓ માટે છે જે જેમના બેથી ઓછા જીવિત બાળકો છે. તેમાં તેમના પુર્નવિવાહના કારણે ત્રીજા બાળક માટે મેટરનિટી લીવ આપવાની જોગવાઈ નહતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદ્રાસ હાઈ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More