Home> India
Advertisement
Prev
Next

Bihar Assembly Election: ભાજપે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ


બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)મા ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. 
 

Bihar Assembly Election: ભાજપે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)મા ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. દેશની રાજધાનીમાં શનિવારે સાંજે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, રાજનાથ સિંહ હાજર રહ્યાં હતા. બીજા તબક્કા માટે ભાજપ તરફથી જાહેર કરાયેલી યાદીમાં ઘણા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. તેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચોબેના પુત્રનું નામ પણ સામેલ છે. તો પટના શહેરની પાંચ વિધાનસભામાં ભાજપે પોતાના ધારાસભ્યો પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

fallbacks

સીટોની વહેંચણી અને સમીકરણ બન્યા કારણ
જે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે તેની પાછળ ઘણા કારણ દર્શાવવામાં આવ્યા છે. તેમાં જેડીયૂની સાથે સીટોની વહેંચણી અને ધારાસભ્યો પ્રત્યે પાર્ટીની નારાજગી સૌથી મહત્વનું કારણ છે. આ સિવાય સાંસદોના દવાબમાં પણ પાર્ટીએ ઘણા ધારાસભ્યોને ઘરે બેસાડી દીધા છે. એટલું જ નહીં કેટલાકની પાછળક્ષેત્રમાં નારાજગી પણ મહત્વનું કારણ બની છે. પરંતુ આ સૌથી મહત્વનું કારણ નથી. અડધા ડઝનથી વિધાનસભા ક્ષેત્ર એવા પણ છે જ્યાં સંગઠન અને જનતાની નારાજગી છતાં પાર્ટીએ ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More