Home> India
Advertisement
Prev
Next

Bihar Opinion Poll: બિહારમાં NDAને બહુમત, મહાગઠબંધનને મળશે આટલી સીટો

Bihar Assembly Election Opinion Poll: આ સર્વે 10થી 17 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો જેમાં 60 ટકા પુરૂષ અને 40 ટકા મહિલા મતદાતાઓ સાથે વાત કરવામાં આવી. સર્વેમાં 90 ટકા સેમ્પલ ગ્રામીણ વિસ્તાર અને 10 ટકા શહેરી વિસ્તારના લોકો સાથે વાત કરવામાં આવી. તેમાં દરેક ઉંમર વર્ષના લોકો સામેલ હતા. 
 

Bihar Opinion Poll: બિહારમાં NDAને બહુમત, મહાગઠબંધનને મળશે આટલી સીટો

નવી દિલ્હીઃ  બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માટે મદતાનમાં હવે થોડા દિવસનો સમય બાકી છે. આ વચ્ચે લોકનીતિ-સીએસડીએસે ઓપિનિયન પોલ (Bihar Assembly Election Opinion Poll) કર્યો છે. આ પોલમાં નીતીશ કુમાર  (CM Nitish Kumar)ને ભલે તે રાહત રહે કે પ્રદેશમાં ફરીથી તેમની સરકાર હશે પરંતુ આ સાથે પોલમાં તે સ્પષ્ટ થયું કે પહેલાની અપેક્ષાએ તેમની લોકપ્રિયતામાં કમી આવી છે. 

fallbacks

સર્વેમાં નીતીશ કુમારને પૂર્ણ બહુમત
લોકનીતિ-સીએસડીએસ સર્વે (Lokniti-CSDS Survey) મા નીતીશ કુમારના નેતૃત્વ વાળા એનડીએને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે. એનડીએને 133-143 સીટો મળવાનું અનુમાન છે. તો મહાગઠબંધનને 88-98 સીટ, એલજેપીને 2-6 સીટ અને અન્યને 6થી 10 સીટ મળવાનું અનુમાન છે. તેનાથી તે સમજી શકાય કે બિહારમાં આ વખતે પણ એનડીએની સરકાર આવી શકે છે અને હાલની ઘોષણાઓ પ્રમાણે બધુ યોગ્ય રહ્યું તો નીતીશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે. 

સીએમ પદ માટે નીતીશ કુમાર પ્રથમ પસંદ
આ પોલમાં 37 વિધાનસભા સીટોના 148 બૂથોને કરવ કરવામાં આવ્યા જેમાં 3731 લોકો સાથે વાત કરવામાં આવી. ઓપિનિયન પોલમાં નીતીશ કુમાર મુખ્યમંત્રીની પ્રથમ પસંદ બનેલા છે પરંતુ આરજેડી નેતા તેજસ્વી યાદવ તેનાથી દૂર નથી. લોકનીતિ-સીએસડીએસના સર્વેમાં મુખ્યમંત્રીના રૂપમાં લોકોની પ્રથમ પસંદ નીતીશ કુમાર છે. 31 ટકા લોકોની પસંદ સાથે તેઓ પ્રથમ સ્થાને છે તો આરજેડી નેતા તેજસ્વી યાદવ 27 ટકા લોકોની પસંદ સાથે બીજા, એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન 5 ટકાની સાથે ત્રીજા અને ભાજપના નેતા સુશીલ મોદી 4 ટકા લોકોની પસંદ સાથે ચોથા સ્થાને છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More