Home> India
Advertisement
Prev
Next

બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) એ આજે છપરા (Chapra) માં ચૂંટણી રેલી સંબોધી. તેમણે ભીડને બિરદાવતા કહ્યું કે આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા. 

બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી 

પટણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) એ આજે છપરા (Chapra) માં ચૂંટણી રેલી સંબોધી. તેમણે ભીડને બિરદાવતા કહ્યું કે આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા. 

fallbacks

પીએમ મોદીએ કહ્યું કે 'ભાજપ (BJP) માટે, એડીએ માટે તમારો આ પ્રેમ કેટલાક લોકોને ગમતો નથી, રાતે તેમને ઊંઘ નથી આવતી. ક્યારેક ક્યારેકતો તેઓ પોતાના જ કાર્યકરોને મારી ફેંકે છે. તેમની હતાશા-નિરાશા, ગુસ્સો, હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. બિહારના લોકોને તેમની ભાવનાઓને આ લોકો ક્યારેય સમજી શકતા નથી. તેઓ પોતાના પરિવાર માટે પેદા થયા છે, પોતાના પરિવાર માટે જીવે છે, તેમના પરિવાર માટે જ ઝઝૂમી રહ્યા છે. તેમને બિહાર સાથે કે બિહારની યુવા પેઢી સાથે કોઈ લેવા દેવા નથી.' 

પીએમ મોદીએ કહ્યું કે 'આજે બિહારની સામે ડબલ એન્જિન સરકાર છે, તો બીજી બાજુ ડબલ ડબલ યુવરાજ પણ છે. તેમાંથી એક તો જંગલરાજના પણ યુવરાજ છે. ડબલ એન્જિનવાળી એનડીએ સરકાર બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ ડબલ યુવરાજ પોત પોતાના સિંહાસનને બચાવવાની લડાઈ લડી રહ્યા છે.' 

આકરા પ્રહારો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, '3-4 વર્ષ પહેલા યુપીની ચૂંટણીમાં ડબલ ડબલ યુવરાજ બસ પર ચઢીને લોકો સામે હાથ હલાવતા જોવા મળ્યા હતા. યુપીની જનતાએ તેમને ત્યાં ઘરે બેસાડી દીધા. ત્યાંના એક યુવરાજ હવે જંગલરાજના યુવરાજને મળવા ગયા છે. યુપીમાં જે ડબલ ડબલ યુવરાજનું થયું તે જ બિહારમાં થશે.' 

તેમણે કહ્યું કે 'કોરોનાકાળમાં કોઈ માતાએ ચિંતા કરવાની જરૂર નથી કે છઠ પૂજા કેવી રીતે ઉજવીશું. અરે મારી માતા! તમે તમારા પુત્રને દિલ્હીમાં બેસાડ્યો છે, તો શું તે છઠની ચિંતા નહીં કરે? માતા તમે છઠની તૈયારી કરો, દિલ્હીમાં તમારો પુત્ર બેઠો છે. પીએમએ કહ્યું આજના યુવાઓએ પોતાની જાતને પૂછવું જોઈએ કે મોટી મોટી યોજનાઓ જે બિહાર માટે આટલી જરૂરી હતી તે વર્ષો સુધી કેમ અટકી પડી? બિહાર પાસે ત્યારે પણ ભરપૂર સામર્થ્ય હતું. સરકારો  પાસે પૈસા પણ પૂરતા હતા. ફરક ફક્ત એટલો જ હતો કે બિહારમાં ત્યારે જંગલરાજ હતું.' 

પીએમ મોદીએ કહ્યું કે 'બિહારના એક ગામના કોઈ વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ એ મહિલાને પૂછે છે કે મોદી કો કાહે ખાતિર વોટ દેબો? આખરે મોદીએ તમારા માટે શું કર્યું છે? હું તે વીડિયો જોઈને ખુબ પ્રભાવિત થઈ ગયો. તે ગામની મહિલા, તે માતાએ જ્યારે તે સવાલનો એક શ્વાસે જવાબ આપવાનો શરૂ કર્યો. જ્યારે તેઓ જવાબ આપતા હતાં ત્યારે સવાલ પૂછનારાના ચહેરા લટકી ગયા હતાં. 

પુલવામાં હુમલા પર વિરોધીઓને આડે હાથ લેતા તેમણે કહ્યું કે 2-3 દિવસ પહેલા પાડોશી દેશે પુલવામાં હુમલાની સચ્ચાઈને સ્વીકારી છે. આ સચ્ચાઈએ એવા લોકોના ચહેરા પરથી નકાબ હટાવ્યા છે જેઓ હુમલા બાદ અફવાઓ ફેલાવતા હતા. દેશમાં ચારેબાજુ વિકાસ થઈ રહ્યો છે તે વચ્ચે તમારે એવી તાકાતોથી પણ સાવધાન રહેવાનું છે જે પોતાના રાજકીય સ્વાર્થ માટે દેશહિતની વિરુદ્ધ જતા પણ ખચકાતી નથી. આ એ લોકો છે જે દેશના વીર જવાનોના બલિદાનમાં પણ પોતાનો ફાયદો જોવા લાગે છે.' 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More